Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બગસરા પાસે બે મોટર સાયકલ વચ્ચે ટક્કર : પ્રૌઢે ગુમાવ્યો 'જીવ'

હાલરીયાના યુવકની હાલત ગંભીર : રાજકોટ સારવાર હેઠળ

બગસરા, તા. ર૦ : અહીંયા હામાપુર માર્ગ ઉપર સમઢીયાળા પાસે બે મોટર સાયકલ વચ્ચે સર્જાયેલી ટક્કરમાં પ્રૌઢે જીવ ગુમાવતા તેના પરિવારજનોમાં કલ્પાંત પ્રસર્યો છે. જયારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલના બિછાને છે.

વિગત મુજબ હામાપુર માર્ગ ઉપર આવેલ સમઢીયાળા નજીકની વાવ નજીક ગઇકાલે સાંજે ૭ વાગ્યાના સુમારે સામસામે બે મોટર સાયકલ ટકરાતા ગંભીર ઇજાથી ગૌતમભાઇ દલાભાઇ જોગલ (ઉ.વ.પપ, રહે. નટવરનગર-બગસરા)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

જયારે સામેના મોટર સાયકલના ચાલક સંજય મનસુખભાઇ અસુંદરા (ઉ.વ.૩પ, રહે. હાલરીયા)ને ગંભીર ઇજા થતા તાત્કાલીક સ્થાનિક દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવારાર્થે રાજકોટની હોસ્પિટલે ખસેડાયો હતો.

(11:27 am IST)