Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અમરેલીમાં બીએપીએસના નૂતન મંદિરનું ખાતમુર્હુત : પ્રમુખ વાટિકામાં ગુલાબી પથ્થરના ભવ્ય ત્રણ શિખરનું મંદિર આકાર લેશે : દેશવિદેશના અસંખ્ય હરિભકતો, નગરજનોએ લીધો પૂજનવિધિનો લાભ લીધો

 અમરેલી, : દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો વિરલ વારસો સમાન હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય બીએપીએસ સંસ્થા કરી હિન્દુ ધર્મની ધજા લહેરાવી રહી છે ત્યારે અમરેલીમાં પણ શિખરબંધ મંદિર કાર્ય હાથ ધરાતા નૂતન મંદિર ખાતમુર્હુત મહોત્સવ ધામધુમથી યોજાયો હતો. સ્વામીનારાયણ ભગવાનની તથા તેમના અનુગામી અક્ષર બ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામીની પ્રસાદીની ભુમી અમરેલી ખાતે સ્વામી નારાયણ ભગવાનના પાંચમી પેઢીના વારસદાર સમા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીબાગ પાછળ પ્રમુખ વાટિકામાં અક્ષર પુરૂષોતમ મહારાજના ભવ્ય મંદિરનો સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ પૂર્ણ કરવા અને તેમના લાખો હરિભકતોને લાડલડાવવા ગઇકાલે સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીની આજ્ઞાથી સદ્ગુરૂ સાધુ ઇશ્વરચરણદાસ સ્વામીના હસ્તે ભવ્ય ગુલાબી પથ્થરના ત્રણ શિખરના નૂતન મંદિર ખાતમુર્હુત યોજાયો હતો.

આ પ્રસંગે દેશ-વિદેશના લાખો હરિભકતો નગરજનો પૂજન વિધિમાં જોડાયા હતાં. સંસ્થાના સદ્ગુરૂ સંત ડો. સ્વામીની સભા યોજાયા બાદ બાળકોએ નૃત્ય કલા પીરસી અદ્ભૂત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી. એવી જ રીતે ગઢડા મંદિરના કોઠારી સાધુ અધ્યાત્મસ્વરૂપદાસ, ગોંડલ મંદિરના સહિત ૧૦૦ જેટલા સંતોએ પણ આશિર્વાદ પાઠવ્યા હતા. ધર્મોત્સવને સફળ બનાવવા સંત સાધુ ચરિતદાસ, સાધુ ભગવત કીર્તનદાસ સહિત સેવાભાવી ભાઇઓ, બહેનોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં સાધુ-સંતો તથા ધર્મલાભ લેવા ઉમટી પડનાર હરિભકતો દર્શાય છે. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(9:27 am IST)