Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ચોટીલામાં સ્લો સાયકલીંગ હરીફાઇ

 પ્રાર્થના સહિયર મહિલા મંડળ તથા નહેરૂ યુવા કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા સાયકલ હરીફાઇનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તક્ષશીલા સ્કુલ-ચોટીલાના પપ વિદ્યાર્થીઓએ સ્લો સાયકલની હરીફાઇમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પ્રાર્થના સહિયર મહિલા મંડળ-રાજકોટ તથા ટ્રસ્ટના પ્રમુખ પ્રભાબેન પારધી, કાર્તિકભાઇ શર્મા, રમેશભાઇ ચૌહાણ, નિખિલભાઇ પારધી, તથા સ્કુલના ટ્રસ્ટીઓ, પ્રિન્સીપાલ, તથા કર્મચારીઓએ ઉત્સાહ સાથે ભાગ લઇ આ કાર્યક્રમને સફળતા અપાવી હતી.

(1:16 pm IST)