Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

અમદાવાડથી ચોરેલા બે વાહન સાથે ધ્રાંગધ્રાના બે શખ્સો પકડાઇ ગયા

વઢવાણ તા.૨૦: ધ્રાંગધ્રા ડીવીઝનના ના.પો.અધિ. રાજેન્દ્ર બી દેવધાની સુચના મુજબ ધ્રાંગધ્રા ડીવીઝન સ્કવોર્ડને માર્ગદર્શન આપી કાર્યવાહિ કરવા માટે સ્કવોર્ડના એ.એસ.આઇ. આર.ડી.ભરવાડ, તથા બી.આર.પરમાર તથા પો.હેડ કોન્સ.ચેતનભાઇ ગોસાઇ ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા તે દરમ્યાન ઇસમો બજાજ પલસર મોટરસાયકલ નં.જીજે ૧ એફઆર ૦૭૮૫ સાથે જે મોટરસાયકલ ચોરીનુ હોય અને વેચાણ કરવા માટે નિફળનાર છે. જે હકીકત આધારે ધ્રાંગધ્રા જુની મોચીવાડ રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન બે ઇસમોને શંકાસ્પદ હાલતમા બજાજ કંપનીનુ પલસર મો.સા.નં.જીજે ૧ એફઆર ૦૭૮૫ સાથે પકડી નામઠામ પુછતા (૧)સાજીદભાઇ ઉસ્માનભાઇ મીયાણા મોવર ઉ.વ.૨૧ ધંધો. મચ્છી વેચવાનો રહે. ધ્રાંગધ્રા જુની મોચીવાડ મચ્છી માર્કેટ સામે તેમજ બીજો ઇસમ સચીનભાઇ બટુકભાઇ દેવીપુજક ધ્રાંગધરીયા ઉ.વ.૨૧ ધંધો. શાકભાજીનો વેપાર રહે. ધ્રાંગધ્રા ખાટકીવાડ પ્રાથમિક શાળા નં.૬ પાસે તા.ધ્રાંગધ્રા અને મોટરસાયકલ ના આર.ટી.ઓ.ને લગતા કાગળો નહી હોવાનું જણાવેલ જેથી સદરહું બજાજ પલસર મો.સા.કાળા કલરનું કિ.રૂ.૬૦,૦૦૦નું કબજે લેવામાં આવેલ અને બંને ઇસમો વિરૂધ્ધ સી.આર.પી.સી.ક.૪૧(૧) ડી, ૧૦૨ હેઠળ ધોરણસર કાર્યવાહિ કરી અટક કરવામાં આવેલ છે. જે બાબતે ધ્રાં.સીટી પો.સ્ટે.માં નોંધ કરી આગળની તપાસ તજવીજ કરતા સદરહુ મોટરસાયકલ આજથી ચારેક વર્ષ પહેલા અમદાવાદ સીટી વસ્ત્રાલ વિસ્તારમાંથી ચોરી થયાનુ ખુઇવા પામેલ છે અને જે બાબતે અમદાવાદ શહેર રામોલ પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં.૧૦/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુનો ડીટેકટ થયેલ છે.(

(1:02 pm IST)