Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ગીરગઢડાના જરગલી ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 17 દિવસથી મધ્યાહન ભોજનનો પુરવઠો પહોંચ્યો નથી

કોન્ટ્રાક્ટ રિન્યું ન થવાને કારણે 17 દિવસથી 270થી વધું બાળકો શાળામાં ટીફીન લઈને આવે છે

ગીર ગઢડા : સરકાર બાળકોને બપોરનું મધ્યાહન ભોજન પુરુ પાડવા લાખો કરોડોનો દર વર્ષે ખર્ચ કરે છે. પરંતું ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાની જરગલી ગામની પ્રાથમિક શાળામાં 17 દિવસથી મધ્યાહન ભોજનનો પુરવઠો પહોચ્યો જ નથી. અને શાળામાં અભ્યાસ કરતા 270થી વધું બાળકો શાળામાં ટીફીન લઈને આવી રહ્યા છે.

 માત્ર એક શાળા નહી પરંતુ તાલુકાની 80 જેટલી શાળાઓને મધ્યાન ભોજનનો પુરવઠો નથી મળી રહ્યો. આ મામલે શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ પુરો પાડવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટ રિન્યું ન થવાને કારણે 17 દિવસથી બાળકોને પુરવઠો નથી મળી રહ્યો. અને સંચાલકો દ્વારા જેમતેમ કરીને ઉંછીનું અનાજ મંગાવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તે અનાજમાં જીવડા જોવા મળે છે. જેથી તેઓ હવે ઘરેથી ટીફીન લઈને આવી રહ્યા છે.

(12:37 pm IST)