Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કુવાડવાના પીપળીયાના સરપંચના માતા શાંતાબેન રોડીયાનું ઘરમાં પડી જતા મોત

રાજકોટ, તા. ર૦ : કુવાડવાના પીપળીયા ગામમાં રહેતા સરપંચના માતા ઘરમાં પડી જતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ પીપળીયા ગામમાં રહેતા શાંતાબેન પ્રેમજીભાઇ રોડીયા (ઉ.વ.૭પ) પરમ દિવસે પોતાના ઘરે વહેલી સવારે પડી જતા તેને માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મૃતક શાંતાબેનના પુત્ર જેન્તીભાઇ રોડીયા સરપંચ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ કે.સી. સોઢા તથા રાઇટર હિતેષભાઇ માલકીયાએ કાર્યવાહી કરી હતી.

(12:02 pm IST)