Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ગોંડલના યુવાન વીજ તંત્રના પાપે પરીક્ષા ન આપી શકયા

'તારીખ પે તારીખ' લંબાવ્યા કરી અને પરીક્ષા ટાણે ઉમર મર્યાદા વટાવી ચુકયા નું જણાવી દીધું

ગોંડલ,તા.૨૦: ગોંડલના સહજાનંદનગરમાં રહેતા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નિવૃત કર્મચારીના વારસદાર તરીકે એપ્રેન્ટીસ માં પસંદગી થયા હતા અને જે તે સમયે સીન્યોરીટી પ્રમાણે ઓર્ડર આપવાની પ્રથા હતી પરંતુ વીજ તંત્રએ પરીક્ષા પ્રથા અમલી કરતા યુવાન દ્વારા પરીક્ષા પણ આપવામાં આવી હતી અને પાસ પણ થયા હતા પરંતુ મેરીટ પ્રમાણે નોકરી મળવા પામી ન હતી, અગાઉ નું મેરીટ ૨૫/૩/૨૦૧૯ ના રોજ થયું હતું અને ત્યાર બાદ ૩૦ દિવસ માં પરીક્ષા લેવાનો નિયમ હોવા છતાં પણ તંત્રએ ૧૦ માસ સુધી પરીક્ષા ન લીધી પછી તા. ૨૪/૯/૧૯ ના ડોકયુમેન્ટ વેરિફિકેશન કરી પરીક્ષા આપી હતી જેમાં પણ પાસ થયા હતા જયારે તા. ૧૯/૧/૨૦ ના લેખિત ઇન્ટરવ્યૂ માટે રાજકોટઙ્ગ બોલાવ્યા હતા અને ત્યાં જણાવ્યું કે ઉમર મર્યાદા વટાવી ચુકયા છો પરીક્ષા આપી શકશો નહીં તેવું જણાવતા યુવાન ના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું.તંત્રની આવી બેદરકારીથી નોકરીવાંચ્છુ યુવરાજસિંહ ઝાલા રોશીત થયા હોય આગામી દિવસોમાં અદાલતના દ્વાર ખટ ખટાવા ના છે, આ અંગે વીજ તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઉર્જા મંત્રી ને પણ ફરિયાદ કરવા માં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.

(11:55 am IST)