Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઉદયપુરના ગો ગુન્હામાં હત્યા કરી નાસતા ફરતા આરોપીને ગોંડલ પોલીસે ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે ગોંડલ સીટી પોલીસનો કાફલો નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી. ગોંડલ)

રાજકોટ,તા.૨૦: રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના ગોગુન્હા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં દોઢ વર્ષની નાસતા ફરતા આરોપીને ગોંડલ સીટી પોલીસે ઝડપી લીધો હતો.

ગોંડલ સીટી પીઆઈ કે.એન.રામાનુજ તથા સ્ટાફના રાજેન્દ્રસિહ ઝાલા, વિરભદ્રસિહ વાઘેલા, પ્રતિપાલસિહ જેઠવા એ રાજસ્થાન ઉદયપુર ગોગુન્દા પોલીસ સ્ટેશન ની માહિતી પરથી ઇ.પી.કો.કલમ-૩૦૨ ના કામનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો ખીમા મોતીરામ ગમેતી રહે.શીવડીયા ખેડા ફલા તા.ગોગુન્દા જી.ઉદયપુર ગોંડલ સીટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં હોવાની ટેલીફોનીક જાણ કરતા વોચ ગોઠવામાં આવી હતી અને નેશનલ હાઇવે માર્કેટ યાર્ડ પાસે મળી આવતા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:45 am IST)