Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઠંડીમાં સામાન્ય ઘટાડો : નલીયા ૫.૪, ગિરનાર ૮.૨ ડિગ્રી

રાજકોટ ૧૦.૨ : સર્વત્ર લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડક ઘટતા હાશકારો

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૫.૪ ડીગ્રી જ્યારે ગિરનાર પર્વત ઉપર ૮.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

જ્યારે રાજકોટમાં ૧૦.૨ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢ : ગિરનાર પર્વત ઉપર આજે લઘુત્તમ તાપમાન ૮.૨ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ભેજ ૭૯ ટકા હતો.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૨૩.૫ મહત્તમ, ૧૧ લઘુત્તમ, ૬૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

સૌરાષ્ટ્ર - કચ્છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત

૮.૨ ડિગ્રી

નલીયા

૫.૪ ,,

ભુજ

૯.૦ ,,

કંડલા એરપોર્ટ

૯.૧ ,,

રાજકોટ

૧૦.૨ ,,

કેશોદ

૧૦.૮ ,,

અમરેલી

૧૦.૪ ,,

સુરેન્દ્રનગર

૧૧.૫ ,,

૪ મહાનગરો

ગાંધીનગર

૧૧.૪ ,,

અમદાવાદ

૧૧.૭ ,,

વડોદરા

૧૧.૮ ,,

સુરત

૧૪.૨ ,,

ગુજરાત

ડીસા

૯.૮ ,,

મહુવા

૧૩.૫ ,,

દિવ

૧૩.૦ ,,

વલ્લભવિદ્યાનગર

૧૧.૨ ,,

(1:55 pm IST)