Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કચ્છમાં કોરોનાના રસીકરણ અર્થે ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

ભુજ : કચ્છ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ જિલ્લામાં કોવીડ વેકસીન માટેની ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સ (ડીટીએફ) ની કામગીરી માટેની બેઠક યોજાઇ હતી.
  બેઠકમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટે દરેક સ્તરે ગવર્નન્સ અને એકાઉન્ટલીલીટી મિકેનિઝમ, કોવીડ અને તેની રસી માટે જિલ્લા સિરુાવલોકન, કોવીન રસી પોર્ટલ, વેકસીનેશન સેશન સાઈટ, એઇએફઆઇ સર્વેલન્સની ક્ષમતાઓ અને વેકસીન કામગીરીમાં આવનાર પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
  આ બેઠકમાં સરકારી વ્યવસ્થા આરોગ્ય ગોઠવણ, નેશનલ એક્ષપર્ટગ્રુપ ઓન વેકસીન એડમીનીસ્ટ્રેશન ફોર કોવીડ-૧૯, (NEGVAC) સ્ટ્રેટ સ્ટ્રીરીંગ કમિટી, વિવિધ સ્તરની કોવીડ-૧૯ની ટીમોની કામગીરી, કોવીડ-૧૯ના સંક્રમણના વિવિધ તબકકા અને સાવચેતીના પગલાં તેમજ જિલ્લા માટે પ્રાથમિક સ્તરે વેકસીન માટે નકકી કરાયેલ વયગ્રુપની વિગતો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
   આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર સર્વઓ આરોગ્ય અધિકારી તેમજ સબંધિત અધિકારી/કર્મચારી સર્વઓ ઉપસ્થિત રહયા હતા.

(8:29 pm IST)