Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વિઠ્ઠલ હિરપરાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા ઘણા સમય પહેલા સસ્પેન્ડ કરી દીધા છે : આ કાર્યક્રમ માત્ર દેખાડારૂપ : લલીત વસોયા

રાજકોટ,તા. ૧૯: આજે કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઇ હિરપરા ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ 'અકિલા'ને જણાવ્યું હતુ કે, પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ વિઠ્ઠલભાઇ હિરપરાને ઘણા સમય પહેલા જ કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે અને તેઓ મહામંત્રી પદે નથી. ગુજરાતમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આ કાર્યક્રમ માત્ર દેખાડારૂપ છે.

(3:13 pm IST)