Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ગાયબ થયેલ ૧ કરોડથી વધુ સોનું કોના કોના કબ્જામાં હતું? તપાસનો ધમધમાટ

જામનગરના કસ્ટમ્સ વિભાગમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ સોનાના મામલાની તપાસ માટે કસ્ટમ્સ દ્વારા થયેલ ખાતાકીય તપાસનો રિપોર્ટ મંગાવતા ડીઆઇજી : ૫ વર્ષ બાદ થયેલ ફરિયાદ માટે તપાસનીશ અધિકારીઓને માર્ગદર્શન સાથે ઝીણવટભરી તપાસના આદેશો આપ્યા છેઃ રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ સાથે 'અકિલા'ની વાતચીત

 રાજકોટ તા.૧૯,ભુજ કસ્ટમ્સ દ્વારા ભૂકંપ સમયે જામનગરને કસ્ટમ્સને સુપરત કરેલા અંદાજે એક કરોડથી વિશેષ રકમનું સોનું ગાયબ થયાના મતલબની ખળભળાટ મચાવતી ફરિયાદ બાદ બનાવની ગંભીરતા સમજી રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિહ દ્વારા એસપી દીપેન ભદ્ર રજા પર હોય તપસનીશો પાસેથી વિગતો મેળવી તપાસની દિશા નક્કી કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાની બાબતને સંદીપસિંહએ 'અકિલા' ને જણાવ્યું છે.                      

ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં ડીઆઇજી સંદીપસિંહ દ્વારા વિશેષમાં એવું પણ જણાવાયું છે કે સૌ પ્રથમ તો સોનું કયા સમયે કોના કોના કબજામાં હતું? તે બાબતનું રેકોર્ડ ચકાસવા સાથે ઉકત તમામની તપાસ કરવામાં આવશે.        

તેઓ દ્વારા વિશેષમાં એવું પણ જણાવાયું છે કે આ સમગ્ર ઘટના ની પ્રાથમિક ખાતાકીય તપાસ કસ્ટમ્સ વિભાગ દ્વારા કરવામાં આવી હોવાથી તે તપાસનો રીપોર્ટ નો ગહન અભ્યાસ કરવા સાથે તપાસના અંતે જે તારણો કાઢવામાં આવ્યા હશે તેનો પણ સંપૂર્ણ અભ્યાસ કરી તપાસનીશ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.                              

આવી તમામ પ્રાથમિક તપાસ બાદ રજા પર ગયેલ જામનગર એસપી દીપેન ભદ્ર પરત આવ્યા બાદ તેમની સાથે ચર્ચા બાદ બાકી રહેતી વિગતોની કડીઓ કાવતરાખોરો સુધી પહોંચી આગળની તપાસ થશે.        

૨૦૦૧માં સુપરત થયેલ સોનું ગાયબ થયાની જાણ ૨૦૧૬ માં થયા બાદ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ બાદ ૪  વર્ષ પૂર્ણ થયા બાદ ૫ વર્ષ  ફરિયાદ દાખલ થયેલ છે.                

 કસ્ટમ્સ વિભાગનાં શિવ કુમાર સીંગ યાદવ દ્વારા જામનગરના બી  ડિવિઝન મથકમાં થયેલ ફરિયાદની વિગતો આ મુજબ જણાવી છે.

કલમ ૪૦૯ મુજબ સન ૧૯૮૨ અને ૧૯૮૬માં કસ્ટમ ડિવીઝન ભુજ દ્વારા રેડ કરી સોનાના સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા હતાં. તે સોનાના સેમ્પલો કસ્ટમ ડિવીઝન ભુજ ખાતે હતા. પરતુ વર્ષ ૨૦૦૧માં ધરતીકંપના કારણે કસ્ટમ ડિવીઝન જામનગર ખાતે લાવવામાં આવ્યું હતું. જે બાદ ૧૮ ઓકટોબર સોંપવામાં આવ્યું હતું. ત્યારે કુલ પાંચ સેમ્પલમાંથી ૨૧૫૬.૭૨૨ ગ્રામ સોનુ જેની હાલની બજાર કિંમત ૧ કરોડ ૧૦ લાખ રૂપિયા થાય છે તે ઓછુ નીકળ્યું હતું. આ સોનુ ગયું કયાં તે અંગે ફરિયાદ નોંધાઈ છે.

 આ સમયગાળા દરમિયાન કોઈ પણ સરકારી કર્મચારીએ સરકારી મિલકત રીતે અંગત ફાયદા માટે મેળવી લઈ  વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

 ૨૧૫૬ કિલોગ્રામ વજનનું કે જેની કિંમત ૧ કરોડ ૧૦ લાખ રૂપિયા છે તે સોનુ ગાયબ થઈ ગયું હોવાથી ફરિયાદ નોંધાવી છે. જેથી સમગ્ર મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

(2:36 pm IST)