Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અમરેલીમાં ૮.૫૦ લાખની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: અમરેલી રીલાયન્સ પંટ્રોલ પંપ નજીક આવેલ કેયુર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ગત મોડી રાત્રીના કોઇ તસ્કરોને ત્રાટકીને ઓફીસના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રૂ. ૮ લાખ ૫૦ હજાર તેમજ બેન્કની પાસબુક તેમજ આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટની ચોરી કરી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં મયકભાઇ ઘનશ્યામભાઇ નબાપરીયાએ ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પી.એસ.આઇ. પી.વી. પલાસ ચલાવી રહ્યા છે.

મોત

ખાંભા દાઢીવાળી રોડ ઉપર ખાંભાથી થોરડી તરફ ચાલીને જતા હતા. જ્યારે બાઇક નં. જી.જે.૧૪ એન ૮૯૬૫ ના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી બાઇક ચલાવીને ભરતભાઇ રવજીભાઇ કાપરીયા ઉવ.૨૨ને હડફેટે લઇ માથામાં ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવી નિલેષભાઇ અમુભાઇ ધકાણ ઉવ.૪૪ને ઇજા કર્યાની બાઇક ચાલક સામે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગુમ થયેલ મળી ગયા

અમરેલી જિલ્લામાંથી ગુમ થયેલ બાળકો/ વયસ્કોને શોધી કાઢવા અમરેલી જીલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી આર.કે. કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન. મોરીનાઓની રાહબરી નીચે એલ.સી.બી ટીમે જાફરાબાદ પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં. ૦૩/ ૨૦૧૮ તથા ૨૬//૨૦૧૮ મુજબના કામે ગુમ થયેલ યુવતીને ચોક્કસ બાતમી આધારે શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે. જેમાં લાભુબેન વિનાભાઇ લાખાભાઇ પરમાર, ઉવ. ૨૦ રહે લુણસાપુર તા. જાફરાબાદ જિ. અમરેલી મુળ રહે. સાવરકુંડલા વાળી ગઇ તા. ૨૫/ ૨ /૨૦૧૮નાં લુણસાપુર ગામેથી ગુમ થયેલ હોય. તેણીને ગઇ કાલ તા.૧૬/૧૨/૨૦૨૦ના રોજ ઉટીયા ગામેથી શોધી કાઢેલ છે. લાભુબેન ગુમ થયા અંગે તેણીના પિતા વિનાભાઇ લાખાભાઇ પરમાર રહે, લુણસાપુર તા. જાફરાબાદ વાળાએ જાફરાબાદ પો.સ્ટે. માં જાહેરાત આપેલ હતી.

(12:45 pm IST)