Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અમરેલી પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન દારૂ-બિયર સાથે ર શખ્સોને ઝડપી લીધા

રાજકોટ, જસદણ અને મુંબઇના શખ્સોની સંડોવણી ખુલ્લી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ :.. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ. સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી આર. કે. કરમટા તથા પો.સ. ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ. સી. બી. ટીમ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી આધારે વોચ ગોઠવી, ગુજરાત રાજય બહારથી આયાત કરી, વેચાણ કરવાના હેતુથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ના મોટા જથ્થાની હેરા-ફેરી કરતા ટ્રક તથા તેનું પાઇલોટીંગ કરી રહેલ કારને પકડી પાડવામાં આવેલ છે.

અમરેલી એલ. સી. બી. ટીમે લાઠી તાલુકાના ચાવંડ ગામે પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો, વિદેશી દારૂ, કંપની રીંગપેક, બીયર સહિત કુલ બોટલ, ટીન નંગ ૩૩ર, કિ. રૂ. ૩,૧૪,૩૮પ તથા સ્કોડા કાર કિ. ર,પ૦,૦૦૦ તથા અશોક લેલન્ડ ટ્રક, રૂ. ૮ર૯૪૪ કિ. પ,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૬, કિં. રૂ. ૭૬,પ૦૦ મળી કુલ કિ. રૂ. ૧૧,૪૦,૩૮પ, ના મુદામાલ સાથે પ્રદીપભાઇ નાનજીભાઇ વઘાસીયા, ઉ.૩૦, ધંધો, લાઇટ ફીટીંગનો, રહે. મુળ આંકડીયા, હાઇસ્કુલની પાછળ, તા. જિ. અમરેલી, હાલ સુરત, કામરેજ, પાસોદરા પાટીયા, મનોજ રેસીડેન્સી, ઘર નં. ૧૦૧, સુરપાલસિંહ ઉર્ફે લાલો સજુભા ગોહીલ, ઉ.ર૭, ધંધો, ડ્રાઇવીંગ રહે. મુળ ભીકડા, શંકરના મંદિર પાસે, તા. ઘોઘા, જિ. ભાવનગર, હાલ રહે. સુરત, કડોદરા, અમર રેસીડેન્સી, ઘર નં. ર૧૧, ઘનશ્યામભાઇ વિઠલભાઇ ખીચડીયા, ઉ.૩૧ ધંધો વેપાર (કાપડની દલાલી), રહે. મુળ ગામ ધાર (કેરાળા), રામજી મંદિર પાસે, તા. સાવરકુંડલા જિ. અમરેલી હાલ -સુરત, બી. પ૦૪, શગુન લીવીનો, બાપા સીતારામ ચોક, કામરેજને પકડી પાડયા હતાં.

આ દારૂની હેરાફેરીમાં આશિષભાઇ ચંદ્રકાંતભાઇ પંડયા, રહે. રાજકોટ, હરેશભાઇ ઉર્ફે હકુભાઇ મનસુખભાઇ, છયાણી, રહે. જસદણ, સચિન નામનો માણસ, રહે. મુંબઇ, સંડોવાયા હોય તેમની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને લાઠી પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.

(12:43 pm IST)