Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કેશોદમાં ભાજપના જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ જીલ્લાનું કિશાન સંમેલન યોજાયું

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૯: કેશોદ માર્કેટિંગ યાર્ડમાં જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ જીલ્લાનું ભાજપ પ્રેરીત કિશાન સંમેલન યોજાયું હતુ. જેમાં પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રમેશભાઈ ધડુક, રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય દેવાભાઈ માલમ, બાબુભાઈ બોખીરીયા અને પુર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખો અને હોદેદારોની ઉપસ્થિતિ માં યોજાયેલ આ કિસાન સંમેલનમાં દિપ પ્રાગટ્ય થી પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા મંચસ્થ મહાનુભાવો નું સ્થાનીક સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કિશાન સંમેલન માં મંચસ્થ મહાનુભાવો એ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને વિરોધ પક્ષના નેતાઓ કૃષિ વિકાસ બિલનો વિરોધ કરી ખેડૂતોને ભ્રમિત કરી ખોટાં ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે ખેડૂતો એ ગભરાવાની જરૂર નથી કૃષી સુધાર બીલ ૨૦૨૦ થી ખેડૂતો ની આવક બમણી થશે એવું જણાવ્યું હતું.

ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની કટકી કમીશનની આવક બંધ થતાં તેલ રેડાયું છે અને ખેડૂતો માં ગેરસમજણો ફેલાવી ગેરમાર્ગે દોરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષી સુધાર બિલનો થઈ રહેલાં વિરોધનો સામનો આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કરવો ન પડે એ માટે ભાજપા દ્વારા કિસાન સંમેલન યોજીને સરકારની ખેડૂતો માટે કરેલાં ભુતકાળના નિર્ણયો વાગોળીને ભાજપા ખેડૂતો વિરોધી ન હોવાનું આગેવાનોએ જણાવ્યુ હતું. સંમેલનના અંતે આભારવિધિ દિનેશભાઈ ખટારીયાએ કરી હતી.

કેશોદ તાલુકામાં ભાજપ વષોઙ્ખથી વચઙ્ખવ ધરાવતો હોવાછતાં કૃષિ બિલનો વિરોધ કરી રહેલ ખેડૂતો ધ્વારા અપાયેલ ભારત બંધના એલાનમાં કેશોદ વિસ્તાર વષોઙ્ખ પછી સૌપ્રથમ વખત સ્વયંભુ બંધ રહેતાં ખેડૂતો અને વેપારીઓમાં નારાજગી દેખાઈ આવતા ત્રણ જીલ્લાનું કિસાન સંમેલન કેશોદ શહેરમાં યોજીને નારાજગી દુર કરવા પ્રયત્ન કરવામાં આવી રહયા હોવાનું આંતરીક વર્તુળોમાં ચર્ચાઈ રહેલછે.

(12:42 pm IST)