Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વેરાવળના સુપાસી ગામે ખેડૂતે ઝેર પી લેતા ગંભીરઃ આહિર જ્ઞાતિમાં ચકચાર

વેવાઇએ રૂ.૯૨ લાખ લઇ પરત ન આપતા આર્થિક સંકટમાં

વેરાવળ, તા.૧૯: સુપાસી ગામે રહેતા આહીર પરીવારના ગોવિંદ સોલંકીની દીકરીના લગ્ન તાલાલાગીર પીપળવા ગામે રહેતા રામસી રામા ચાંડેરાના દીકરા સાથે કરેલ હોય તેને દીકરી ના બાપ પાસે કટકે કટકે જમીન લેવાના બહાને વારંવાર પૈસા માંગી રૂ.૯ર લાખ જેવી રકમ થઈ જતા તે પરત માંગતા આપવાના બદલે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા દીકરી ના બાપ દવા પી જતા ગંભીર હાલત માં વેરાવળહોસ્પીટલમંા સારવાર માં આવેલ છે આ બનાવ બનતા સમગ્ર આહીર સમાજ માં ખળભળાટ મચેલ છે.

વેરાવળ તાલુકાના સુપાસી ગામે રહેતા ખેતી વાડી નો ધંધો કરતા આહીર ગોવિંદભાઈ પુજાભાઈ સોલંકી (ઉ.પ૦)ની દીકરી શોભનાબેનના લગ્ન ચારેક વર્ષ પહેલા તાલાલાગીરના પીપળવાના રામસિંહભાઈ રામભાઈ ચાંડેરાના પુત્ર અશ્વીન સાથે કરેલ હતા. ત્યારબાદ રામસિંહભાઈ તરફથી સામાજીક કારણો તેમજ જમીન લેવા માટે વારંવાર પૈસાની જરૂરીયાત હોય તેમ કહી ચાર વર્ષ દરમ્યાન રૂ.૯ર લાખ જેવી રકમ લીધેલ હતી.

દસેક દિવસ પહેલા ઉમરેઠી ગામેથી સુપાસી પરત ફરી રહેલા ગોવિંદભાઈ પુજાભાઈ દેદા ગામ પાસે પહોચતા વેવાઈ  રામસીભાઈ ચાંડેરા એ મોટરસાઈકલ રોકાવી કહેલ કે હવે પૈસાની ઉઘરાણી કરીશ તો વ્યાજ વટાવના ખોટા કેસમાં ફીટ કરી દઈશ તેમ કહી બે ત્રણ ઝાપટ મારી દીધેલ છે તેમજ બિભસ્ત બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બનાવ બનતા પરીવારો પાસેથી ઉધાર ઉછીના નાણા લીધેલ હોય તે કેવી રીતે ચુકવી શકીશ જવાબો કેમ આપી તે ચિતા માં મરી જવાનું નકકી કરેલ હતું ઘરમાં પડેલ ઝેરી દવા ના ડબલા માંથી દવા પીનાળીયેર ના બગીચા માં ગયેલ હતો થોડીવાર માં મારા ભત્રીજાઓ ને કંઈક કામ હોવાથી શોધવા લાગેલ હતા ત્યારે તેને બેભાન અવસ્થામાં મળી આવેલ હતો તેથી ગંભીર હાલતમાં હોસ્પીટલમાં સારવારમાં આવેલ છે.

પરીવાર જનોએ જણાવેલ હતું કે દીકરીનું ઘરમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે અનેક વખત વેવાય ને સમજાવવાના પ્રયત્નોકરેલ પણ વેવાઈ દ્રારા દીકરી શોભના ને સુપાસી મોકલાવી દેવામાં આવેલ હતી ત્યારબાદ આ બનાવ બનેલ હતો આ બનાવથી સમગ્ર આહીર સમાજમાં ભારે ખળભળાટ વ્યાપેલ છે.

તાલાલા પોલીસે જણાવેલ હતું કે ર૦૧૪ માં આંબણાસ ગામે રહેતા મંજુબેન હરેશભાઈ નંદાણીયા એ ફરીયાદ નોધાવેલ હતી કે તેમના પતિ પાસે રૂ.૧૬ લાખ ૦પ હજાર વ્યાજ સહીત ઉઘરાણી કરતા હોય ત્રાસ આપતા હોય જેથી હરેશ નંદાણીયા ઉ.રપ એ આપઘાત કરેલ હોય તેમાં અગીયાર આરોપી હતા અને તાલાલા ના પીપળવા ગામના રામસીભાઈ રામભાઈ ચંાડેરા મુખ્ય આરોપી હોય તેવું

જણાવેલ હતું જે તે સમયે કોર્ટ દ્રારા સજા થયેલ હોવાનું જાણવા મળેલ છે હાલ આ કેસ વેરાવળ એડી.સેશન્સ જજમાં ચાલતો હોવાનું જણાવેલ હતું તાલાલા ગીર પીપળવા વિસ્તારમાં વ્યાજ વટાવ નો ધંધો કરતા હોય તેમ પણ પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ હતું.

પરીવારજનો તેમજ સમાજના આગેવાનોએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરેલ છે કે આ ઘટનાની તપાસ કરી આરોપી સામે કડક પગલા લેવાની માંગ કરેલ છે.

વિદેશી દારૂ ઝડપાયો

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર એપાર્ટમેન્ટ માં રહેણાંક મકાનમાં  વિદેશી દારૂ વેચાતો હોય તે બાતમીના આધારે દરોડો પાડતા બોટલ ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ની અટકાયત કરેલ છે.

વેરાવળ રીઘ્ધી સીઘ્ધી એપાર્ટમેન્ટ માં રહેણાંક મકાનમાં વિદેશી દારૂ વેચાતો હોય તેવી બાતમીના આધારે દરોડો પાડતા તે મકાનમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૩૮ રૂ.ર૪૦૦ મોબાઈલ નંગ ૧ કુલ રૂ.૪૪૦૦ નો મુદામાલ મળી આવેલ હતો પોલીસે હીરેન પ્રફુલભાઈ સેજપાલની અટકાત કરી તપાસ હાથ ધરેલ છે.

(12:41 pm IST)