Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ત્રણ દાયકાઓ કેમ .. કેમ એક જ કાયદો ન બનાવ્યો તેને સમજવાની કોશિશ કરો આ ત્રણેય કૃષિ સુધારણા કાયદાઓની અલગ અલગ કલમો સાથે સમજો તો તેની ભયાનકતા કેટલી છે તે જાણો : ઠુંમર

ગુજરાતના ખેડૂતો ભલે સંપૂર્ણપણે ભાજપને કે પ્રધાનમંત્રીને માનતા હોય તો પણ આ સમજવાં જેવી બાબત એક વાર તો વિચારવી જરૂર : ધારાસભ્ય વિરજીભાઇ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૯: ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખેડૂતો કરતાં અનાજ વપરાશ કરનાર નાગરીકો માટે એ કૃષિ કાયદાઓ સૌથી ખતરનાક બનશે માટે તે સમજવાની કોશિશ કરો કારણ ભાજપના નેતાઓ બધું જાણે છે પરંતુ મોદીની સામે બોલી નથી શકતો માટે મતદારોને ગુમરાહ કરી રહ્યા છે એટલે સમજો અને ખેડૂતોને સમર્થન કરો.

તેમ કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે, (૧) એક સાથે જુદા જુદા ત્રણ અધિનિયમો શા માટે બનાવ્યા છે જેમાં....? એક અધિનિયમમાં કલમો અને પેટા કલમનું સંકલન કરીને એકજ અધિનિયમ કેમ ના બનાવ્યો તે સમજવાની જરૂર છે.....? (૨)કૃષિ સુધારણાનુ ફકત નામ છે બાકી હકીકતમાં કોર્પોરેટ એગ્રીકલ્ચર રૂલ ના અધિનિયમ છે, (૩) ખેડૂતોએ ખુલ્લા બજારમાં અનાજ વેચ્યું એ કંપનીઓએ કરારોથી અગાઉ ખરીદી લીધેલુ હશે તેથી વેચવુ કે સંગ્રહ કરવો તે કંપની નકકી કરશે, એ જયારે પણ વેચશે ત્યારે સીધુ રીટેઇલ માર્કેટમાં બ્રાન્ડ પેકિંગમાં એમ.આર.પી. સાથે જી.એસ.ટી. કર સાથે વેચશે,ખરીદશે કરમુકત અને જનતાને કરવેરા સાથે વેચશે, કરવેરાની સરકારી રાહતો કંપનીને મળશે,કુદરતી સ્થિતિને બદલે કરવેરાની ગેમ કરવા પ્રોસેસ મટીરીયલ તરીકે વેચશે.

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું કે,ખાધ્ય વસ્તુઓ બિસ્કીટ, બ્રેડ, બેકરી પ્રોડકટવાળી કંપનીઓ પડતરથી ઓછા ભાવે જથ્થાબંધ ખરીદી કરશે છતાં તત્કાલીન મોંદ્યવારી પ્રમાણે ભાવ વસુલશે. ખેડૂતોનો દરેક પાક કંપનીઓના ગોડાઉનમાં જશે, પ્રોસેસ પેકેજીંગ પછી સીધો કંપનીઓ દ્વારા રીટેઇલ માર્કેટમાં વેચાશે, સહકારી સંધો, ખરીદ સંધો, અનાજના દલાલો, જથ્થાબંધ વેપારીઓ, બધાની દુકાન અને ધંધા બંધ થશે, થોડા વર્ષોમાં ભારતમાંથી માર્કેટિંગ યાર્ડ અને સહકારી ક્ષેત્ર સંપુર્ણ નાબુદ થશે.ખેડૂતો એ કંપનીઓ સાથે કરાર કરેલા હશે એમને કુદરતી આફત સમયે સરકારી સહાય કે વળતર મળશે નહી, કે કોઇ પાક વિમો મળશે નહી.

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું કે, કરાર દરમિયાન ખેડૂત જમીન વેચી શકશે નહી કે જમીન ઉપર લોન ધિરાણ મેળવી શકશે નહી.ખેડુત કંપનીનો વેઠીયો બની જશે, કંપનીઓ જે કરારો કરશે તેમાં અનેક શરતો હશે જેના કારણે શરત ભંગ થતા કંપની ખેડુત ઉપર દાવો કરીને જમીન ખાલસા કરાવશે. એગ્રીકલ્ચર હેતુઓ માટે બિનખાતેદાર કંપનીઓ અને સંસ્થાઓ જમીનો ખરીદી શકશે એવો એક અલગ અધિનિયમ અગાઉ લાગુ થયેલો છે, એટલે કરારના શરત ભંગથી કલેકટર દ્વારા ખાલસા થયેલ જમીનો પણ કંપનીના કબ્જા ભોગવટામાં આવી જશે.

નોટબંધી,જીએસટી, એફ. ડી.આઇ. કૃષિ સુધારણા, વગેરે કાયદાઓથી દેશના નાગરીકને બરબાદ કરવા સિવાય મોદી સરકારે એકપણ સારૂ પ્રમાણિક કામ કર્યુ નથી. દેશમાં લોકોને ગુમરાહ કરવા માટે ભાજપા આઇ.ટી.સેલની સોશિયલ મીડિયાની ફેક ન્યુઝ અને તદ્દન બનાવટી સાયકોલોજી પ્રવૃત્ત્િ।ઓને કારણે યુવા પેઢીને બરબાદ કરવામાં આવી છે અને થઈ ચુકી છે.. આજનો શિક્ષિત યુવાન કે યુવતી સાચુ ખોટું પારખી જાણી શકતા નથી, સમજી શકતા નથી, અંધભકિતના નશામાં ચકચુર કરોડો શિક્ષિતોને બેકાર બેરોજગાર બનાવી દિધા.

અમેરીકા,બ્રિટન,ચીન, કેનેડા, સહિત દુનિયાની મહાસતાઓ ભારતના આ જ વડાપ્રધાનનો વિરોધી છે એના કારણે દેશ વિરોધી પરીણામ આવી રહ્યા છે.ભારતને બચાવવુ હોય, ખેડૂતો અને ખેતીનું રક્ષણ કરવુ હોય,જનતાએ આ ગુલામી અને આ વેઠીયા ગીરીથી બચવુ હોય તો આ આંદોલનમાં જોડાવવું જ પડે. આ ફકત ખેડૂતોનું નહી પરંતુ શિક્ષિત બેરોજગારો, કામદારો, વેપારીઓ અને જનતાનું આંદોલન હોવું જોઇએ. તેમ વિરજીભાઇ ઠુંમર ધારાસભ્યએ અંતમાં જણાવ્યું છે.

(12:40 pm IST)