Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

દેવભુમી દ્વારકા જીલ્લાના કોરોના નબળો પડયોઃ નોન કોવિડમાં એકનું મોત

કલ્યાણપુર તાલુકામાં મહામારી સામે વ્યાપક ઝુંબેશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯ : દેવભુમી દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીના પોઝીટીવ કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. બે દિવસ પહેલા છ કેસ નોંધાયા પછી  ગઇકાલે ર૪ કલાકમાં ચારેય તાલુકામાં માત્ર ત્રણ કેસ જ નોંધાયા છે.

ભાણવડમાં બે તથા દ્વારકામાં એક નવો કેસ નોંધાયો છે.

બે દિવસ પહેલા એકનું મોત થયેલુ તે પછી ગઇકાલે પણ વધુ એક દર્દીનું મોત થતા કુલ આંક બીન કોવિડમાં ૬પ અને કોવિડમાં નવ થયો છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ પહેલા જામરાવલ નગરપાકિલાના ચીફ ઓફિસર તથા તેના ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં નાનકડા રાવલ ગામમાં એક સાથે પાંચ કેસ નીકળતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

દેવભુમી દ્વારકા જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલ ડો. સુતરીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સેનેટાઇઝેશન, સાફ સફાઇ, ધનવંતરી રથ વધુ મુકવા,સતત ચેકિંગ કરવુ શંકાસ્પદ નમૂનાના ટેસ્ટીંગ કરાવવા વિ. બાબતે ચકાસણી હાથ ધરી છે.

(12:38 pm IST)