Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

દરણું દળાવવા જતા રસ્તામાં પડી જતા જોગવડના યુવાનનું મૃત્યુ

જામનગર, તા.૧૯ : જોગવડ ગામે રહેતા ગોવાભાઈ આલાભાઈ પરમાર, ઉ.વ.પર એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, જીવા આલાભાઈ પરમાર, પોતાના ઘરેથી દરણું દળાવવા જતા વખતે કોઈ કારણસર નીચે પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર માં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે તપાસી મૃત્યુ પામેલ હોવાનું જાહેર કરેલ છે.

જૂના મનદુઃખના કારણે ફરીયાદી એ શકદાર ઉપર ફરીયાદ નોંધાવી

સિકકા પોલીસ સ્ટેશનમાં વસંતભાઈ કાન્તીલાલ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા કારાભુંગા નીમાજ કોલોની પ્રવિણ ચંન્દ્રપાલના ઘર સામે રોડની સાઈડમાં ફરીયાદી વસંતભાઈનો ટ્રક રજી.નં.જી.જે.–૧૦–ઝેડ–૮૪૮૩ નો છેલ્લા સાડા ત્રણ માસથી રોડની સાઈડમાં પાર્ક કરેલ હોય તેમજ ફરીયાદી વસંતભાઈના ભાઈ ધિરજભાઈ તથા શકદાર આરોપી જગદીશ વાલજી ચૌહાણ સાથે થોડા સમયથી મનદુઃખ ચાલતુ હોય અને આજથી ત્રણ દિવસ પહેલા બંન્ને વચ્ચે મારામારી થયેલ હોય જે મનદુઃખના કારણે શકદાર આરોપી જગદીશ વાલજી ચૌહાણ તથા સુરેશ વાલજી ચૌહાણ અથવા તેના મળતીયાઓ દ્વારા ટ્રકમાં આગ લગાડી રૂ.૧,ર૦,૦૦૦/– જેટલું નુકશાન કરી ગુન્હો કરેલ છે.

મસીતીયા રોડ ઉપર જુગાર રમતા ત્રણ ઝડપાયા

પંચ બી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સુરેશભાઈ રામદેભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, મસીતીયા રોડ, મસ્જીદ પાસે, જાહેરમાં મહેન્દ્રસીંગ પરમુલે જાટવ, સુનિલ લાલસીંગ જાટવ, અનીલ રામેશ્વર જાટવ, રે. દરેડ ગામવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૭ર૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડમાં દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા : એક ફરાર

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. અજયસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડમા આઈ.ટી.આઈ. બસ સ્ટેશન પાસે ભરતભાઈ વિઠ્ઠલભાઈ સોજીત્રા, જેન્તીભાઈ ભીખાભાઈ ચૌહાણ એ હોન્ડા શાઈન મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦–એચ.એલ.–૧પ૦રમાં વિદેશી દારૂ મેક–ડોવેલ્સ નંબર–૦૧ સુપ્રીરીયર વ્હીસ્કી ની કાચની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– તથા એક રેડમી કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન નોટ–૭ જેની કિંમત રૂ.પ૦૦૦/– તથા એક ઓપો કંપનીનો એફ–૧૧ મોબાઈલ જેના કિંમત રૂ.પ૦૦૦/–તથા મોટરસાયકલ હોન્ડા સાઈન જેની કિંમત રૂ.રપ૦૦૦/– મળી કુલ રૂ.૩પ,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂનો જથ્થો પુરો પાડનાર સુરેશ રબારી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂનો જથ્થો ઝડપાયો

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંદિપસિંહ સજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડમા નાની વાવડી રોડ પર શ્યામ વાટીકા સોસાયટીમાં આરોપી સુરેશ રબારી એ મકાનમાં વિદેશી દારૂની રોયલ સ્ટેગ કલાસીક વ્હિસ્કીની ૭પ૦ એમ.એલ.ની. બોટલ નંગ–૧૦ કિંમત રૂ.૪૦૦૦/– તથા એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭પ૦ એમ.એલ.ની બોટલ નંગ–૧ર, કિંમત રૂ.૪૮૦૦૦/– તથા મેક–ડોવેલ્સ નં.–૦૧ સુપ્રીરીયર વ્હીસ્કી ૭પ૦ એમ.એલ.ની બોટલ નંગ–૧૮, કિંમત રૂ.૯૦૦૦/– તથા ઓલ્ડ મોન્ક સ્પેશીયલ ત્રીપલ એકસ રમ ૯૦ એમ.એલ.ના ચપટા નંગ–૩પપ કિંમત રૂ.૧૭૭પ૦/– તથા ગોલ્ફર્સ શોટ  બેરર રીજર્વ વ્હીસ્કી ૬૦ એમ.એલ.ના ચપટા નંગ–૪પ કિંમત રૂ.૧૮૦૦/– એમ કુલ મળી કિંમત રૂ.૪ર,૧પ૦/– નો રાખી આરોપી  સુરેશ રબારી ફરાર થઈ ગયેલ છે.

હોન્ડાના શો રૂમ પાસે દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, અવધ હોન્ડા શો–રૂમ પાસે રોડ પર આરોપી દેવેન્દ્રસિંહ અભેરાજસિંહ વાઢેર, ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:38 pm IST)