Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સોમનાથ ત્રિવેણી સંગમે પક્ષીઓનો જમાવડો

સોમનાથ ત્રીવેણી નદીમાં વિદેશી પક્ષીઓનો જમાવડો સોમનાથ ત્રીવેણી નદીમાં શિયાળો શરૂ થતા ધીરેધીરે વિદેશી પક્ષીઓ આવતા જાય છે હજારો પક્ષીઓ નો જમાવડો થઈ જતા સ્થાનીકો યાત્રીકો તેને જોવા માટે ઉમટી પડે છે બાળકો પણ પક્ષીઓને ભોજન આપવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહયા છે. રંગોમાં હજારો પક્ષીઓથી નદી ની પણ આખું દ્રશ્ય બદલાય જાય છે યાત્રીકો સ્થાનીકો તેમના પરીવાર સાથે આવી પહોચે છે તેમાં વિશેષ બાળકો આ પક્ષીઓને લોટ,અનાજ,ગાઠીયા નું ભોજન આપી વિશેષ આનંદ લ્યે છે ત્રીવેણી સંગમ નોકાવિહાર કરાવતા મહેશગીરી ગૌસ્વામી, પ્રકાશગીરી ગૌસ્વામી એ જણાવેલ હતું કે બે થી ત્રણ માસ સુધી આ પક્ષીઓ નદીમાં રહે છે જેથી વિશેષ પ્રવાસન સ્થળ ત્રીવેણી નદી બની જાય છે પક્ષીઓ સાથે નદી નો અદભુત દ્રશ્ય જોવા નો પણ એક વિશેષ આનંદ છે.(તસ્વીર અહેવાલઃ દિપક કક્કડઃ વેરાવળ)

(12:37 pm IST)