Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સાગર ખેડુઓની રપ૦ કરોડની સબસીડી તાત્કાલીક ચુકવવા માંગ

વેરાવળ, તા.૧૯: ગુજરાતના દરીયા કિનારાના સાગરખેડુઓ આર્થિક કટોકટીમાં છે ત્યારે વિદેશમાં નિકાસ કરતા માલીકોના રાજય, કેન્દ્ર સરકાર પાસે રૂ.રપ૦ કરોડથી વધારે સબસીડી લેવાની બાકી હોય તે અટકાવી દેતામુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખને રજુઆતો કરાયેલ છે.

ગુજરાત દરીયા કિનારા ના આગેવાનો તાજેતરમાં મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખને મળેલ હતા અને દરેક બંદરોની મુશ્કેલીઓ પડતર કામોની વિગતો જણાવેલ હતી. હાલમાં કોવીડ ૧૯માં વિદેશોમાં નિકાસથતી હજારો રૂપીયાની માછલીઓના નાણાં વિદેશોમાંથી સમયસર આવતા ન હોય તેમાંય ચાઈનામાં હજારો કરોડો રૂપીયા સલવાય ગયેલ છે જેથી નાના બોટ, હોડીવાળાઓને સમયસર પૈસા ચુકવી શકેલ નથી તેમજ કોલ્ડસ્ટોરેજ ના માલીકો જે વિદેશોમાં મચ્છીની નિકાસ કરતા હોય તેમના જુદી જુદી સહાય નાણા રૂ.રપ૦ કરોડ થી વધારે સરકાર પાસે લેણા નિકળે છે તે અટકાવી દેવામાં આવેલ છે તેનો કોઈ જવાબ દેતું નથી તાત્કાલીક યોગ્ય નિકાલ થાય તેવી માંગ ઉઠેલ છે.

સુત્રાપાડામાં રકતદાન

સુત્રાપાડા ડો.ભરત બારડ શૈક્ષણીક સંકુલ માં રકતદાન કેમ્પ યોજાયેલ હતો તેનું દીપ પ્રાગટય પુર્વ મંત્રી જશાભાઈ બારડ ના હસ્તે થયેલ હતું આ રકતદાન કેમ્પ માં શિક્ષણઅધિકારી સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા અને ૧ર૦ જેટલા શિક્ષકોએ રકતદાન કરેલ હતું જે જુદી જુદી હોસ્પીટલોમાં સેવા માટે આ યુનીટો મોકલાયેલ હતી.

વેરાવળથી વિરપુરની પદયાત્રા

વેરાવળ જલારામ બાપાના ભકતો દ્રારા દર વર્ષે વીરપુર સુધી યુવાનો મોટી સંખ્યામાં પગપાળ જાય છે તા.રપ ના રોજ આ પદયાત્રાનું આયોજન કરાયેલ છે આ વર્ષે કોવીડ ૧૯ ના નિયમોને ઘ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવેલ છે જે પદયાત્રીઓ જોડાવવા માંગતા હોય તેને દતાણી ફરસાણ માં સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.

(12:36 pm IST)