Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જેતપુરમાં લગ્ન પ્રસંગે હોટલમાં મહિલાના પર્સની ચોરી

જેતપુર તા. ૧૯ : અમરનગર રોડ, યોગીનગર શેરીમાં રહેતા વિરેન્દ્રભાઇ બાબુભાઇ વેગડ તેની ભાણેજના લગ્નમાં જુનાગઢ રોડ પર આવેલ વ્રજ વાટીકા હોટલમાં હોય ત્યાં પરિવાર સાથે ગયેલ. દરમિયાન બપોરના તેની બહેન સોનલબેનનું પર્સ મેદાનમાં ખુરશી ઉપર રાખેલ તે ગુમ થયેલ હોય જેમાં સોનાની બુટી જોડી-૧, સેમસંગનો મોબાઇલ, જીઓનો મોબાઇલ, ઇમીટેશનના સેટ -પાટલા મળી કુલ રૂ. ૪૭,૭૦૦ની વસ્તુઓ તેમજ રોકડ રૂ. ૧૦,૦૦૦ હોય તે ચોરી થયાનું માલુમ પડેલ.

આ અંગેની જાણ તાલુકા પોલીસમાં કરેલ જે દરમિયાન ગત રાત્રે એસ.ઓ.જી. પી.આઇ. એ.આર.ગોહિલ, સ્ટાફના જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ, એલસીબીના સંજયભાઇ પરમાર, નારણભાઇ પંપાણીયા પેટ્રોલીંગમાં નીકળેલ તેમને બાતમી મળેલ કે એક શખ્સ જુનાગઢ રોડ સાંકળી ગામના પાટીયા પાસે ઉભેલ હોય તે શંકાસ્પદ હોય ત્યાં પહોંચીને શખ્સના હાથમાં થેલો હોય જેની તલાસી લેતા તેમાંથી લેડીઝ પર્સ મળી આવેલ. જેમાં ઉપરોકત ચોરી થયેલ પર્સ મુજબની વસ્તુઓ તેમજ એક કાળા કલરનો જીયોનો સાદો મોબાઇલ મળી કુલ રૂ. ૫૯,૮૦૦નો મુદ્દામાલ મળી આવતા પોલીસે તે શખ્સ અશોક ધીરૂભાઇ માલકાણ (રહે. ઇશ્વરીયા, તા. કુંકાવાવ)ની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

પાર્ક કરેલ હોન્ડાની ચોરી

અમરનગર રોડ મંત્રી સોસાયટી વિસ્તારમાં રહેતા મહેશભાઇ પંડીતભાઇ જેઓ ભાદરના સામાકાંઠે આવેલ વંદના ટેક્ષટાઇલમાં કામ કરતા હોય તેમ રાત્રીના ૯ વાગ્યે કારખાનેથી પોતાના ઘરે પરત આવી ઘર પાસે પાર્ક કરેલ સવારે જોતા નહિ મળી આવતા પોતાનું બાઇક હોન્ડા નં. જીજે-૦૩-એલએફ-૮૨૧૩ વાળુ કિં.રૂ. ૩૦,૦૦૦ કોઇ ચોરી ગયાનું માલુમ પડતા ચોરીની ફરિયાદ નોંધાવેલ.

આરબટીંબડી ગામે જુગાર

આરબટીંબડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોય જે આધારે જુગાર અંગેની રેડ કરતા જાહેરમાં ચકલા પોપટની ટીકડી ઉપર જુગાર રમતા ભરત ડાયાભાઇ રાઠોડ, અરવિંદ ચનાભાઇ રાઠોડ, સંજય પીઠાભાઇ રાઠોડ, વિજય મામૈયાભાઇ ઝાપડા (રહે. તમામ આરબટીંબડી)ને રોકડા રૂ. ૨૮૯૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:36 pm IST)