Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ અને મરચાની આવક વધી :મગફળીનો ભરાવો થતા આવક બંધ કરાઇ

યાર્ડમાં માંડવી-કપાસ અને ગોંડલીયા મરચાની આવક

રાજકોટઃ ગોંડલ માર્કેટિં યાર્ડમાં માંડવી-કપાસ અને ગોંડલીયા મરચાની આવક જોવા મળી છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા મગફળીની આવક બંધ કરાઈ છે.

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજ રોજ મગફળી-કપાસ અને ગોંડલીયા મરચાની આવક વધી છે. ગોંડલ યાર્ડમાં મગફળીની 70 હજાર ગુણીની આવક થઇ છે. જેમાં મગફળીની હરરાજીમાં મગફળીના ભાવ 720 /-થી લઈને 1076 /-સુધીના બોલાયા હતા. 4 દિવસ પહેલા પણ ગોંડલ યાર્ડમાં 80-85 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી, ત્યારે શનિવારના રોજ મગફળીની આવક થતા 10 થી 15 હજાર ગુણી ઓછી આવક થઈ છે.

 ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક દર દિવસે ઘટતી જાય છે. અને આગામી દિવસોમાં પણ મગફળીની આવકમાં ઘટાડો થશે તેવી સંભાવની છે. હરરાજી કરવામાં આવશે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા આવક બંધ કરવામાં આવી છે.

(12:15 pm IST)