Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કોટડાસાંગાણીના નારણકા ગામે માલધારીના વાડામાં સિંહો ત્રાટકયા : બે વાછરૂ એક પાડરૂનું મારણ : અન્ય ત્રણને ઇજા

તસવીરમાં મૃત પશુઓ તેમજ વાછડી પાસે વલોપાત કરતી ગાય તેમજ ઈજાગ્રસ્ત અન્ય પાડરૂ જોવા મળે છે.(તસવીર કલ્પેશ જાદવ)

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી, તા. ૧૯: કોટડાસાંગાણીના નારણકા ગામની સીમમા વાડામા બે વાછરૂ અને એક પાડરૂનુ સીંહ પરીવારે મારણ કર્યુ છે.જયારે અન્ય ત્રણને ઈજાઓ પહોચાડતા ફફડાટ ફેલાયો છે.

કોટડાસાંગાણી તાલુકામા છેલ્લા અઠવાડિયાથી સીંહ પરીવારોએ ધામા નાખ્યા છે.એક બાદ એક પશુઓના થઈ રહેલા મારણથી આ વીસ્તારમા ભારે ફફડાટ ફેલાયો છે.જેના કારણે વાડિઓમા રહેતા મજુરોમા પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યા છે.કાલે પણ સીંહ પરીવારે નારણકાની સીમમા સરકારી સ્કુલ સામેની વાડિમા એક બળદનુ મારણ કર્યુ હતુ.હવે તો જાણે સીંહ પરીવાર વીફર્યો હોઈ તે મુજબ આડેધડ મારણની ઘટના સામે આવી છે.ગત રાત્રીના દસ વર્ષથી રીબડા રોડ પર વાડો ધરાવતા રદ્યુભાઈ કડવાભાઈ ટોળીયાના વાળા ૩૫ જેટલા નાના મોટા ઢોર બાંધેલા હતા.

જે પૈકિના બે વાછરુ અને એક પાડરૂનુ સીંહ પરીવારે મારણ કરી નાખતા માલધારીને ભારે નુકશાન થવા પામ્યુ છે.તેમા પણ ગઈકાલેજ કાબરી નામની જરસી ગાયે વાછડીને જન્મ આપ્યો હતો.જે વાછડીને પણ સીંહ પરીવારે મારણ કરી નાખતા કાબરી નામની ગાય તેમના મૃત વાછડી પાસે વલોપાત કરતી જોવા મળી હતી.રઘુભાઈએ જણાવેલ કે હુ વહેલી સવારે છ વાગે ઢોર દોવા આવ્યો ત્યારે વાડામા રહેલ પતરૂ ખખડવાનો અવાજ આવ્યો હતો.જયારે અંદર જોતા કંઈક જનાવર જેવુ જતા જોવા મળ્યુ હતુ અંધારૂ હોવાથુ સુ હતુ તે સ્પષ્ટ જોઈ શકાયુ ન હતુ.ત્યારબાદ બત્ત્।ી કરી જોતા બે વાછડી અને એક પાડરૂનુ મારણ કરેલ જોવા મળ્યુ હતુ .જયારે અન્ય ત્રણ પાડરૂને પણ પીઠ અને ગળાના ભાગે ઈજા પહોચાડેલ હતી.સીંહ પરીવાર જાણે વીફર્યો હોઈ તેમ આડેધડ મારણ કરતા માલધારી પરીવારને ભારે નુકસાન થયુ છે.

(11:37 am IST)