Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શુક્રતાલ તીર્થમાં શ્રી રામ કથાનો પ્રારંભ

કોરોના મહામારીના કારણે શ્રોતાઓ વગરની ઓનલાઇન કથા

તસ્વીરમાં પૂ. મોરારીબાપુનું કથા માટે આગમન થયું તે નજરે પડે છે. (તસ્વીર : મુકુંદ બદિયાણી, જામનગર)

ભાવનગર, જામનગર, તા. ૧૯ :  પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજે શુક્રતાલ તીર્થ-મોરના, (મુઝફરનગર ખાતે) સાંજે શ્રી રામ કથાનો પ્રારંભ થશે.

બાળકૃષ્ણ લીલાસ્થાન રમણરેતીમાં ૧૧ દિવસીય રામકથા બાદ કૃષ્ણ લીલાનું જયાં સૌ પ્રથમ વખત ગાન થયું હતું એવા પરમ પવિત્ર શુકતીર્થ ખાતે ૮પ પરમ પવિત્ર શુકતીર્થ ખાતે ૮પર મી કથાનું ગાન આરંભશે.

સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે આ તીર્થ પર સ્થિત અક્ષયવટ નીચે બેસીને શુક્રદેવ મુનિએ મહારાજા પરીક્ષિતને ભવતારિણી, મોક્ષદાયિની શ્રીમદ ભાગવત કથા સંભાળાવી હતી. ૮૮,૦૦૦ ઋષિમુનિઓની ઉપસ્થિતિમાં ભાગવત પુરાણનું સહુ પ્રથમ વખત ગાન ત્યારે થયું હતું. ''શુક્રતાલ'' તરીકે ઓળખાતાં આ સ્થાનને યોગી આદિત્યનાથજીની સરકારે સાધુ-સંતો અને જનસમુહની વર્ષો જુની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇને આ સ્થાનનું નામ શુક્રતાલમાંથી બદલીને 'શુકતીર્થ' કયુૃ છે.

અહીં ૩પ ફૂટ ઉંચી ગણેશજીની, ૧૦૮ ફૂટ ઉંચી ભગવાન શંકરની, ૮૦ ફૂટ ઉંચી માતા દુર્ગાની અને -સાત કરોડ વખત લખાયેલ રામનાથ જેમાં સમાહિત છે એવીફ -૭ર ફૂટ ઉંચી શ્રી હનુમાનજી મહારાજની પ્રતિમા દર્શનીય છે.

૧૯ ડિસેમ્બર થી ર૬ ડિસેમ્બર દરમિયાન દરરોજ સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી મોરારીબાપુ રામકથાનું ગાન કરશે. કોરોનાની ગાઇડલાઇન મુજબ, પ્રશાસને નિર્ધારિત કરેલા તમામ નીતિ-નિયમોના ચુસ્ત પરિપાલન સાથે, મર્યાદિત શ્રોતાઓ સમક્ષ નવા દિવસીય રામકથાનો શ્રવણ લાભ આસ્થા ટીવી અને યુટયુબના માધ્યમથી દરરોજ સવારે સાડા નવ કલાકથી લાઇવ માણી શકાશે. બાપુની વૈશ્વિક વ્યાસ-વાટિકાના ફલાવર્સ આતુરતા પૂર્વક ૧૯ ડિસેમ્બરની રાહ જોઇ રહ્યા છે.

(11:35 am IST)