Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

દ્વારકાના બરડીયામાં માતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ લાકડી ફટકારી

ખંભાળીયા તા.૧૯ : બરડીયા ગામે રહેતા સતીબેન હરદાસભાઇ કોટા (ઉ.પ૦) નામના મહિલાએ પોતાના પુત્ર ભાવે વિરૂદ્ધ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે,  પોતે મજુરી કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થાય છે. ગઇકાલે વાડીએ હતી ત્યારે પુત્ર ભાવેશ આવી પૈસાની માગણી કરીહતી આથી પૈસા ન હોવાનું કહેતા પુત્ર ઉશ્કેરાઇ જઇ ગાોળ કાઢી લાકડી વડે આડેધડ માર મારવા લાગતા અન્ય લોકો દોડીને છોડાવવા આવ્યા હતા.

અને હોસ્પીટલે ખસેડવામાં આવી હતી જયા હાથમાં ફેકચર જેવી ઇજા હોવાનું તબિબોએ નિદાનમાં જણાવ્યું હતું બનાવ અંગે  પોલીસે કળીયુગીપુત્ર વિરૂદ્ધ દ્વારકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

દ્વારકામાં ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપાયો

દ્વારકાના સ્ટેશન રોડ પર ઘનશ્યામનગરમાં રહેતો હસુ હેમરાજ સુમડા ગઇકાલે ભારત સેવા આત્મ સામે ગલીમાં ઉભીન ેમોબાઇલ આઇડી મારફત ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રોકડ તથા મોબાઇલ મળી ૧૦,પ૭૦ ની મતા કબ્જે કરી ગુનો નોંધી પુછપરછ કરતા સટ્ટાની કપાત દ્વારકાના વિરલ થોભાણી પાસે કરાવતો હોવાની કબુલાત આપતા પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધ શોધખોળ હાથ ધરી છે.

બિજા દરોડામાં મીઠાપુરના સુરજકરાડી સુર્યહોટલ નજીક મોબાઇલમાંલુડો ગેમ પર પૈસાની હારજીત કરી જુગાર રમતા કિશનભા સમીયાભા માણેક, જગદીશ સોમા મકવાણાને ઝડપી લઇ તેમની પાસેથી ૩૪૦૦ની મતા કબ્જે કરી હતી.

(11:34 am IST)