Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ગોંડલ નવા યાર્ડમાં જુગાર રમતા ત્રણ પકડાયાઃ એક શખ્સ છનન

રાજકોટ તા.૧૯ : ગોંડલ નવા યાર્ડમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જયારે એક શખ્સ નાસી છુટયો હતો.

ગોંડલ નવા યાર્ડમાં ડુંગળીના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતી પી.આઇ. એસ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કો. જયદીપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ભરત મનુભાઇ કોળી રે. ગુંદાળા, ખમીશા ઓસમાણભાઇ મજોઠી રે. ભગવતપરા ગોંડલ તથા જેન્તી ભીમજીભાઇ મેર રે. ભગવતપરા ગોંડલને રોકડા ૧૦ર૩૦ અને મોબાઇલ મળી કુલ ૧૬,ર૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જયારે રેઇડ દરમિયાન સંજય કેશુભાઇ રે. ગોંડલ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:33 am IST)