Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ભુજમાં સગીરા ઉપર બળાત્કાર : ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર કર્યું જાતીય શોષણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતી સગીર યુવતીનો પીછો કરી તેણી સાથે મીઠા સબંધો કેળવી વારંવાર જાતીય શોષણ કરવાની ફરિયાદે ચકચાર સર્જી છે.

ભુજ બી ડિવિઝન પોલીસમાં સગીરાના પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ સમીર ઉર્ફે સેમ ઓસમાણ લંધા નામના યુવાને સગીરા સાથે મીઠા સબંધો કેળવીને પોતાની સાથે નિકાહ કરવાની લાલચ આપી હતી. તે દરમ્યાન ૧૭ સપ્ટેમ્બરથી ૧૫ ડીસેમ્બર દરમ્યાન આરોપી યુવાન સમીરે સગીર યુવતીના પરિવારની ગેરહાજરી દરમ્યાન તેણીના ઘરમાં ઘૂસી તેણીના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)