Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

માંગરોળનાં નગીચાણા ગામે ખેતરની ઓરડીમાં ચાલતું જુગારધામ પકડાયું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: માંગરોળનાં નગીચાણા ગામે ખેતરની ઓરડીમાં ચાલતું જુગારધામ પોલીસે પકડી પાડી ૪ જુગારીની રૂ. ૧ લાખનાં મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

માંગરોળનાં શીલ પાસેનાં નગીચાણા ગામનો કરશન મારખીભાઇ બોરખતરીયા તેની રાતડા વાડી વિસ્તારમાં આવેલ ખેતરની રહેણાંક મકાનની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં ગત રાત્રે પી.એસ.આઇ. ચુડાસમાનાં માર્ગદર્શનમાં એઅ઼ેસઆઇ-પૃથ્વીરાજસિંહ વગેરે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે કરશનભાઇ તેમજ કરશનભાઇ રાણાભાઇ નંદાણીયા, રામભાઇ લખમણ નંદાણીયા અને મેણક્ષી મારખીભાઇ પીઠીયાને રૂ. ૩૧૭પ૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ત્રણ મોટર સાયકલ સહિત રૂ. ૧.૦૬ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)