Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સૌરાષ્ટ્ર-કચ્છ ઠારમાં સપડાયાઃ નલીયા-૩.૮ ગિરનાર પ.પ ડીગ્રી

રાજકોટ ૧૦.૩ ડીગ્રીઃ સતત બીજા દિવસે સર્વત્ર ઠંડીનો માહોલ બરકરારઃ મોડી રાત્રીના અને વહેલી સવારે ટાઢોડુ

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કડકડતી ઠંડીનો માહોલ આજે પણ બરકરાર છે અને લોકો ઠારમાં સપડાયા છે.

આજે સૌથી વધુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૩.૮ ડીગ્રી નોંધાયુ છે. અને ગીરનાર પર્વત ઉપર પ.પ ડીગ્રી રાજકોટમાં  ૧૦.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીનો વધુ અનુભવ થતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ જાય છે. અનેે સર્વત્ર ઠંડીની અસર બરકરાર છે.

ઠંડીની સાથો સાથ ઠંડો પવન પણ ફુંકાતા શિયાળાની અસર વધુ જામતી જાય  છે.

જુનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢ : સોરઠમાં આજે સતત બીજા દિવસે પણ હાડ થીજાવતી ઠંડીએ માઝા મુકી હતી. તીવ્ર ઠંડીનાં આક્રમણથી જનજીવનને અસર થઇ છે.

જુનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન ૧૦.પ ડીગ્રી નોંધાયુ હતું. જેનાં પરિણામે સમગ્ર વિસ્તાર ઠંડોગાર થઇ ગયો હતો. આજની તીવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. સવારે  પ્રતિ કલાકની ર.૮ કી.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો.

કાશ્મીરમાં થયેલી હિમવર્ષના કારણે જૂનાગઢનાં ગીરનાર ખાતે આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાન પ.પ ડીગ્રી રહેતા ગીરનાર પર્વતીય વિસ્તારમાં હેમાળો હલકયો હોય તેવી અનુભુતિ થઇ હતી.

કાતિલ ઠંડીને કારણે ગીરનાર આવતા યાત્રીઓની સંખ્યા ઘટી છે. જો કે ધાર્મિક જગ્યાઓનાં સંતો-સેવકોને કાતીલ ઠંડીનો સામનો કરવો પડયો છે.

હજુ બે દિવસ ઠંડી રહેશે સોમ અને મંગળવારે અશંતઃ વાદળછાયુ વાતાવરણ બાદ ઠંડીમાં સતત વધારો થશે. ડીસેમ્બરનાં છેલ્લા અઠવાડીયામાં અને આખો જાન્યુઆરી માસમાં આકરી ઠંડી પડવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧ર.૯ ડીગ્રી

ડીસા

૮.૮ ડીગ્રી

વડોદરા

૧૪.૪ ડીગ્રી

સુરત

૧૭.૪ ડીગ્રી

રાજકોટ

૧૦.૩ ડીગ્રી

ગીરનાર પર્વત

પ.પ ડીગ્રી

કેશોદ

૧૧.૦ ડીગ્રી

ભાવનગર

૧૩.૮ ડીગ્રી

પોરબંદર

૧૬.૯ ડીગ્રી

વેરાવળ

૧૭.૬ ડીગ્રી

દ્વારકા

૧૬.ર ડીગ્રી

ઓખા

૧૯.૦ ડીગ્રી

ભુજ

૯.૯ ડીગ્રી

નલીયા

૩.૮ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૩.૦ ડીગ્રી

ન્યુ કંડલા

૧૩.૦ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૦.પ ડીગ્રી

અમરેલી

૧૩.ર ડીગ્રી

ગાંધીનગર

૧૦.પ ડીગ્રી

મહુવા

૧૪.ર ડીગ્રી

દિવ

૧૬.૮ ડીગ્રી

વલસાડ

૧૩.૦ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૩.૦ ડીગ્રી

(11:30 am IST)