Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

રાજકોટ જીલ્લા કોંગ્રેસમાં ભંગાણ : મહામંત્રી વિઠ્ઠલ હિરપરા ભાજપમાં

થોડા સમય પહેલા કોંગ્રેસ યુવા ભાજપના પૂર્વ પ્રમુખને કોંગ્રેસમાં લઇ લેતા સામે ભાજપનો ફટકો : કોંગ્રેસ પ્રમુખે સસ્પેન્ડ કરી દીધા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૯: રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા મોટી હલચલ મચી ગઈ છે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા આજે સાંજે ધોરાજી ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં જિલ્લા ભાજપની ટીમ દ્વારા કેસરીયો ખેસ પહેરવાનો છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડાં સર્જાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ જિલ્લા ભાજપ ની નવનિયુકત ટીમ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણી તેમજ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા ભાજપના વરિષ્ઠ અગ્રણી વી ડી પટેલ જીલ્લા મહામંત્રી(ંઓબીસી) કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા વિગેરે ટીમ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા સાથે પરામર્શ કર્યા બાદ તેવો કોંગ્રેસ છોડી આજે શનિવારે સાંજે ૪:૦૦ વાગે ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાજયના શિક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ અગ્રણી રાજકોટ જિલ્લાના પ્રભારી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ રાજકોટ જિલ્લાના સંગઠનના પ્રભારી પ્રકાશભાઇ સોની ની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કેસરિયો પહેરાવશે અને રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિઠ્ઠલભાઈ હિરપરા સાથે અનેક ધૂરંધર કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કેસરીયો ખેસ પહેરવાના છે.

ધોરાજી ભાજપના વરિષ્ટ અગ્રણી વી ડી પટેલ તેમજ ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઇ માથુકિયાએજણાવેલ કે કોંગ્રેસના જિલ્લા મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા અમારા સંપર્કમાં છે અને તેઓ આજે સાંજે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે જે અંગે રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ ભાજપના વરિષ્ઠ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માં તેમજ રાજકોટ જિલ્લાના પ્રભારી પ્રકાશભાઈ સોની તથા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણી મંત્રી હરસુખ ભાઇ ટોપિયા મહામંત્રી(ઓબીસી) કિશોરભાઈ રાઠોડ વિગેરે રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ ધોરાજી શહેર ભાજપના હોદ્દેદારોની હાજરીમાં વિઠ્ઠલ હિરપરા તેમજ તેમની ટીમ વિધિવત્ રીતે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરશે અને કેસરીયો ખેસ આગેવાનો પહેરાવશે.

આમ જોતા રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને તેમની ટીમે હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ કોંગ્રેસનો ગઢ ગણાતા ધોરાજીમાં લલિત વસોયા ના સાથી ગણાતા વિઠ્ઠલભાઈ હિરપરા જેવો રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે તેમની સાથે એક કાંકરે બે પક્ષી મારી ધોરાજી ના કોંગ્રેસ ના ગઢ માં ગાબડા પડયા છે.

થોડા દિવસ પહેલા ભાજપના યુવા પ્રમુખ અરવિંદભાઈ વોરા ને કોંગ્રેસમાં સ્થાન આપી અને સીધા જ શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવી દેતા જેનો જિલ્લા ભાજપે જડબાતોડ જવાબ આપી વર્તમાન રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે ફરજ બજાવતાં અને ધોરાજીમાં રહેતા ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ હિરપરાને તાત્કાલિક અસરથી કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે જે આજે સાંજે વિધિવત રીતે ભાજપના પ્રદેશ તેમજ જીલ્લાના હોદ્દેદારો ની હાજરી માં કેસરીયો ખેશ ધારણ કરવાના છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું સર્જાયું છે તે બાબત શહેરભરમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ છે.

આ બાબતે ધોરાજી શહેર કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ અરવિંદભાઈ વોરાએ જણાવેલ કે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ને તાત્કાલિક અસરથી પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ। બદલ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા એ સસ્પેન્ડ કરી દીધા છે જેનો પત્ર અમોને ધોરાજી ખાતે મોકલવામાં આવ્યો છે જેમાં જણાવેલ છે કે રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે હોદ્દો ધરાવતા ધોરાજી શહેરના શ્રી વિઠ્ઠલભાઈ હિરપરા દ્યણા સમયથી પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ। કરતા હોય જિલ્લા અમે પ્રદેશ કક્ષાના કક્ષાએ ફરિયાદો પુરાવાઓ સાથે જોડેલ છે જેના અનુસંધાને પ્રદેશના અગ્રણીઓ સાથે તથા સ્થાનિક કક્ષાએ પાર્ટીના આગેવાનો અને ધારાસભ્ય સાથે ચર્ચાના અંતે વિઠ્ઠલભાઈ હિરપરા ને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે તેમજ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે જે અંગેનો પત્ર રાજકોટ જિલ્લા કોંગ્રેસ નો ધોરાજી ખાતે આવેલ છે અને વિઠ્ઠલભાઈને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેમ ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ વોરા એ જણાવ્યું હતું.(૨૨.૨૦)

ધારાસભ્ય સામે નારાજગી -ભ્રષ્ટાચાર-ગંદકી સહિતના પ્રશ્નો યથાવત : વિઠ્ઠલ હિરપરા

રાજકોટ,તા. ૧૯: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર વિઠ્ઠલભાઇ હિરપરાએ 'અકિલા'ને જણાવ્યું હતુ કે, ભ્રષ્ટાચાર અને ધારાસભ્ય સામે નારાજગી હોવાથી હવે હું ભાજપમાં જોડાઇ રહ્યો છું. મારી સાથે ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાશે.

વિઠ્ઠલભાઇ હિરપરાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ચુંટણી સમયે અનેક પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી. પરંતુ ભ્રષ્ટાચાર, ગંદકી, ડહોળુ પાણી વિતરણ સહિતના પ્રશ્નો યથાવત છે.

(3:13 pm IST)