Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વાંકાનેર તાલુકા મથકની સરકારી હોસ્પિટલમાં મુખ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલી

ગાયનેક-એમ.ડી. ઓર્થોપેડિક તબીબો ન હોવાથી દર્દીઓ હેરાન

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા.૧૯:  વાંકાનેર તાલુકાનું મથક અને ચોરાસી ગામને આધારિત વાંકાનેરની સરકારી હોસ્પિટલ માં છેલ્લા કેટલાય સમયથી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આજે આવડી મોટી હોસ્પિટલમાં માત્ર ત્રણ જ એમ, બી, બી, એસ ડોકટર ઉપર આ હોસ્પિટલ ચાલે છે ,, છેલ્લે શ્રી ગોસાઈ ગયા બાદ વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં કોઈ એકપણ એમ, ડી ડોકટરની નિમણુંક નથી થઈ . આજે વાંકાનેર શહેરની પ્રજા તેમજ ચોરાસી ગામમાંથી આવતા દર્દીઓ જેવા કે ડાયાબિટીસ , બીપી , તેમજ હાર્ડ ના પ્રોબ્લેમ વારા દર્દી ખુબ જ હેરાન થાય છે

કારણ કે આવડી મોટી હોસ્પિટલ માં કોઈ એમ, ડી , ડોકટર નથી જેથી સારવાર દર્દીની નથી થાતી. તેમજ ડીલેવરી કેસમાં જોઈએ તો નોર્મલ ડીલેવરી જ આ હોસ્પિટલમાં થાય છે. સિર્જરીગ ઓપરેશન થી ડીલેવરી કરવાની હોય તો છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ નથી . તેમજ ગાઈનેક ડોકટર જ નથી. ગરીબ માણસને આવી મોંઘવારીમાં સિર્જરીગ ડીલેવરી કેસ માટે પ્રાઇવેટ હોસ્પિટલ માં જવુ પડે છે. હોસ્પિટલ માં જાણવા અનુસાર ગાઈનેક ડોકટરનો ઓર્ડર આવી ગયો છે પણ હાજર થવાની રાહ છે નોર્મલ ડીલેવરી માટે પણ અઠવાડિયામાં બે વાર જ મંગળવાર અને શુક્રવાર ના આવે છે. તેમજ ઓર્થોપેડિક ને લગતી કોઈ સુવિધા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી.

મોટુ ફેકચર આવે તો પણ પ્રાઇવેટ માં જવુ પડે. સવારે ૮ થી ૧૦ પ્રાઇવેટ હોસ્પિટલ ના ર્ડો દેલવાડીયા આવે છે જે માત્ર ચેકઅપ જ કરે છે , બાકી ઓર્થોપેડિક ને લગતી કોઈ સુવિધા નથી. હોસ્પિટલમાં જણાવ્યા અનુસાર અત્યારે આ હોસ્પિટલ માં ખાસ તો એમ, ડી , ડોકટર , ગાઈનેક ડોકટર , સર્જન ડોકટરની ખાસ નિમણુંક થાય તો બીપી , ડાયાબિટીસ , હાર્ડના દર્દીઓ ખુબ જ આવે છે. તેમની સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલમાં જ થઈ જાય, આવડી મોટી તાલુકા લેવલની હોસ્પિટલ માં કોઈ એમ ડી ડોકટર , ગાયનેક ડોકટર, કે સર્જન ડોકટર જ નથી જેથી વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખાલી પડેલ જગ્યા , જેમ કે એમ, ડી ડોકટર , ગાઈનેક ડોકટર, સર્જન ડોકટર , ઓર્થોપેડિક કાયમી ડોકટરની નિમણુંક કરવામાં આવે તેવી વાંકાનેર શહેર તેમજ તાલુકાની પ્રજાજનોની લોક માંગણી ઉઠેલ છે.આ અંગે ગુજરાત રાજયના આરોગ્યમંત્રી  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યોગ્ય કરે એવી લોક માંગણી છે.

(11:12 am IST)