Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જરૂરિયાતમંદ પરિવારોની પ હજાર દીકરીઓને દત્તક લઇ સગાઇ-લગ્ન વિનામૂલ્યે કરી આપવાનું ભગીરથ કાર્ય

સુરતની લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા દીકરી દત્તક યોજનાઃ ગુજરાતભરની તમામ જ્ઞાતિના પરિવારો લાભ લઇ શકે

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૯ :.. લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતભરમાં વસતા જરૂરીયાત મંદ લોકોની પાંચ હજાર દિકરી દતક લઇ સગાઇ ત્થા લગ્ન વિનામુલ્યે કરી દેવાનું ભગીરથ કાર્ય સુરતની લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરેલ છે.

સુરત મુકામે છેલ્લા દસ વરસથી લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ (રજી. નં. ૬૯૭ર) થી વરાછામાં સેવાકીય પ્રવૃતિ, વ્યસનમુકિત, અભિયાન, બાળ હિંસા નાબુદી, વડીલ યાત્રા વિગેરે પ્રવૃતિ કરી રહી છે. તાજેતરમાં આ સંસ્થા દ્વારા આખા ગુજરાતભરમાં વસતાં જરૂરીયાત મંદ પરિવારોની પાંચ હજાર દિકરીને સગાઇ, લગ્ન કરાવવા દિકરી દત્તક યોજના શરૂ કરી છે. સગાઇ-લગ્નનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે. જે પરિવારને દિકરીનો સબંધ (સગાઇ) કરવાનો બાકી હોય, દિકરીનો બીજી વારનો સબંધ હોય, ૧૮ થી પ૦ વરસની વિધવા દિકરીને સંસ્થા દ્વારા યોગ્ય મુરતીયાઓ, પરિવાર શોધી આપવામાં મદદ કરશે. જેથી દિકરીનો પરિવાર ખોટી જગ્યાએ ફસાઇ જાય નહીં.

આ દિકરી દત્તક યોજનામાં તમામ જ્ઞાતિનાં લોકો જોડાય શકે છે. વધુ માહિતી માટે ધ્રુવભાઇ રમેશભાઇ દિક્ષિત મો. ૯૯૭૮૪ પ૦પ૦૦, મો. ૯૪ર૬૩ ૩૦પ૩૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

(11:13 am IST)