Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

લીંબડી-અમદાવાદ હાઇ-વે ઉપર ત્રિપલ અકસ્માતમાં ૧ને ઇજાઃ ટ્રાફિક જામ

વઢવાણઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર જનશાળી ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ આયશર, ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતને ગંભીર ઈજાઓ પહોચતાં સારવાર અર્થે એમ્બયુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જયારે ત્રીપલ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતાં તેમજ આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી દુર હટાવી ટ્રાફીકને હળવો કર્યો હતો. જયારે ત્રીપલ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતાં તંત્રએ રાહત અનુભવી હતી.(તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)

(11:11 am IST)