Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કોટડાસાંગાણીનાં રામોદમાંથી ગુમ થયેલ સગીર વયના કિશોર -કિશોરીને પોલીસે શોધી કાઢ્યા

તસ્વીરમાં કોટડાસાંગાણી પોલીસ ટીમ નજરે પડે છે.

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી,તા. ૧૯: કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામેથી તાજેતરમાં પોતાના ઘરેથી ૧૫ વર્ષની કિશોરી તેમજ ૧૬ વર્ષનો કિશોર ગુમ થયેલ હોય જે બાબતે તેઓના વાલીએ કોટડાસાંગાણી પોલીસની મદદ માંગતા આ કામ બલરામ મીણા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય તથા પી.એ.ઝાલા  પો.અધિ. ગોંડલ તેમજ કે.એન. રામાનુજ, સી.પી.આઇ ગોંડલ નાઓની સુચનાઓથી આ અંગે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનને અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ રીતે તપાસ કરતા ગુમ થયેલ. કિશોર-કિશોરીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના વાલીને સોંપી આપેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી વિ.કે. ગોલવેતકર પોલીસ સબ ઇન્સ્પેકટર, હિતેષભાઇ પરમાર પો. હેડ કોન્સ., ક્રિપાલસિંહ રાણા પો. હેડ કોન્સ., અલ્પેશભાઇ રાઠોડ પો. કોન્સ., શારદાબેન ગમારા પો. કોન્સ.

(11:10 am IST)