Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

મીતાણા નજીક યુવતીને બાઇકમાં લીફટ આપ્યા બાદ દુષ્કર્મ આચરનાર ઝડપાયો

મોરબી - ટંકારા તા. ૧૯ : ટંકારાના મીતાણા ગામ નજીક યુવતીને બાઈકમાં લીફટ આપી બાદમાં વાડીએ લઇ જઈને એક ઇસમેં દુષ્કર્મ આચર્યું હોય જે બનાવની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મીતાણા ગામ પાસે એક યુવતી વાહનની રાહ જોઈ રહી હોય જેને રાજકોટ જવું હોય ત્યારે બાઈકમાં પસાર થતા યુવાને રાજકોટ સુધી લીફટ આપવાનું કહેતા યુવતી બાઈકમાં બેસી હતી. જોકે યુવાને બાઈક વાડીમાં લઇ જઈને યુવતીની મરજી વિરુદ્ઘ દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ ટંકારા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ ટંકારા પોલીસે તપાસ ચલાવી હતી અને દુષ્કર્મનો આરોપી ઉર્વેશ રમેશભાઈ પટેલ નામના ઇસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:46 am IST)