Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ઓખા : મુંબઇમાં જૈનાચાર્ય શ્રી હસરત્નસુરીશ્વરજી મહારાજ વિશ્વશાંતી તથા જીવ માત્રના કલ્યાણ અર્થે ચોથી વખત ૧૮૦ ઉપવાસનો વિશ્વ વિક્રમ કરશે

ઓખાઃ અગાઉ પોતાના જીવનમાં ત્રણ વખત ૧૮૦ ઉપવાસ જેમણે સર કરેલા અને માત્ર દિવસના સમયે ઉકાળેલુ પાણી પીને ૬ માસ સુધી આહાર ગ્રહણ કર્યા વગર આવી અલૌકીક તપશ્ચર્યા કરનાર પ.પૂ. જૈનઆચાર્ય ભગવત શ્રી હંસરત્નસુરીશ્વરજી મહારાજના દેશ અને દુનિયાને કોરોના રૂપી મહાસંકટમાંથી બચાવવા ચોથી વખતના ૧૮૦ ઉપવાસની સાધના કરી રહ્યા છે. જેની તા. ૨૦-૧૨-૨૦૨૦ના રવિવારે પૂર્ણાહુતી થશે જે એક વિશ્વ વિક્રમ હશે. ચંપાશ્રાવિકા પછી આશરે ૪૦૦ વર્ષે થયેલા જૈનાચાર્ય વિજય હંસરત્નસુરીશ્વરજીએ ચોથી વખત એક માત્ર વિશ્વશાંતિ અને જીવમાત્રના કલ્યાણ અર્થે ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા દ્વારા વિશ્વ વિક્રમ સ્થાપવા જઇ રહ્યા છે. તેમના દિવ્ય પારણાનો ભવ્ય મહોત્સવ મુંબઇ ઉપનગર બોરીવલીના પ્રબોધ નગર ઠાકરે સભાગૃહમાં ઉજવાશે. આચાર્ય મુની ૧૩ વર્ષની કુમળી વગે દીક્ષા અગીકાર કર્યો હતો. ૧૪ વર્ષની ઉંમરે ૩૦ ઉપવાસની તપશ્ચર્યાનો સંકલ્પ કર્યો હતો. અને ૧૦૮ ઉપવાસ સુધી પહોંચ્યા હતા. ૧૮૦ ઉપવાસના ઉગ્ર તપ સાથે રોજના આશરે ૧૨ કલાક ટટાર બેસીને સુરી મંત્રના પાંચથી ૧૦ હજાર જાપ કરે છે. તેમણે સવા કરોડ સુરી મંત્રના જાપનો સંકલ્પ કરેલ છે. (તસ્વીર-અહેવાલ : ભરત બારાઇ-ઓખા)

(9:45 am IST)