Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ગોંડલમાં ગઢવી યુવાન પર ચાર શખ્સોએ પાઇપ લાકડી વડે હુમલો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૯: બપોરનાં સુમારે જી૦૩ બીવી ૦૭૯૬ નંબરની મહેન્દ્ર જીતો ગાડીમાં ગોંડલથી દુધ ભરી કાલંભણી જઈ રહેલા અરશીભાઈ લાલજીભાઈ માલાણી ચારણની ગાડીને ગુંદાળા રોડ ડુંગળીના કારખાના પાસે મોટર સાયકલમાં આવેલા કિલાણ કરમાણ નાકરાણી, ગોવિંદ નાકરાણી, દેવાયત દેવરામ નાકરાણી તથા નાણાભાઈ નાકરાણીએ રોડ પર આડા ઉતરી ગાડીમાંથી બહાર નીકળેલા અરસીભાઈ પર કુંડલીવાળી લાકડી તથા લોખંડના પાઈપ વડે આડેધડ મારમારતા શરીરમાં ફેકચર જેવી જ સાથે દ્યવાયેલા અરશીભાઈને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસમાં અરસીભાઈએ કરેલ ફરિયાદમાં જણાવ્યું કે પોતાના કાકાનો દિકરો દેવશી હુમલાખોરોનાં કાકાની દિકરી ગોગલીને પાંચેક માસ પહેલા ભગાડી ગયો હતો. બાદમાં સમાજની રીતે આ બાબતે સમાધાન થયું હતું. દરમ્યાન બે દિવસ પહેલા ફરીવાર દેવશી તથા ગોગલી નાશી જતા બનાવનો ખાર રાખી કિલાણ નાકરાણી સહિતના શખ્સોએ ગાડી આંતરી હુમલો કર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસના હે.કો. એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(9:45 am IST)