Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કચ્છમાં એક જ દિવસમાં અલગ અલગ અકસ્માતમાં ૬ જણાએ જીવ ગુમાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૯:  વધતી જતી સુવિધાઓ વચ્ચે અકસ્માતો પણ વધી રહ્યા છે. કચ્છ જિલ્લામાં અલગ અલગ અકસ્માતની ૬ ઘટનાઓમાં ૬ જણાએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મુન્દ્રા સાડાઉ રોડ પર કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત થતાં મુન્દ્રાના સુખપર વિસ્તારના ૪૦ વર્ષીય યુવાન જુસબ લોઢીયા નું મોત નીપજયું હતું. નલિયા માંડવી રોડ ઉપર દેઢિયા ગામ પાસે રસ્તાનું કામ કરતા મજૂર ઇકબાલ જુસબ સના (ઉ.૪૦, ભુજ) નું મોત નીપજયું હતું. ભુજના નારાણપર ગામે પુત્ર સાથે બાઈક પર જઈ રહેલ માતા રસીલાબેન અમરસિંહ ચૌહાણ (ઉ.૬૬) એકાએક બાઈક ઉપરથી પટકાતા તેમનું મોત નીપજયું હતું.

મુન્દ્રાના મોખા ચોકડી પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતાં બાઈક સવાર મોહન વેલજી કોલી (મુન્દ્રા)નું મોત નીપજયું હતું. ગાંધીધામના ગળપાદર રોડ ઉપર રસ્તો ક્રોસ કરી રહેલ દિનેશ રામશી ચૌધરીને(ઉ.૩૫, ગાંધીધામ) અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

ભચાઉ પાસે વોંધ ગામ નજીક ગૌશાળામાં દ્યાસ ખાલી કર્યા બાદ ટેમ્પોનું વજન કરાવવા જઈ રહેલાં આઇશર ટેમ્પો ઉપર જીવતો વીજ વાયર પડતાં ઘાસના વ્યાપારી નાથાભાઈ મેઘભાઇ ગામી (ઉ.૭૦) નું મોત નીપજયું હતું.

(11:14 am IST)