Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

હેપી બર્થ ડે ભુજઃ આજે ૪૭૩ મો સ્થાપના દિવસ

એક સમયે હમીરાઇ તળાવડીના કાંઠે આવેલુ નાનકડું ભુજ શહેર ભૂકંપ બાદ આજે ૫૩ કિલોમીટરમાં વિસ્તર્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૯:  આજે માગશર સુદ ૫ એટલે કચ્છના પાટનગર ભુજનો સ્થાપના દિવસ. વિક્રમ સવંત ૧૯૦૫ (ઈસ. ૧૫૪૮) માં કચ્છના રાજવી મહારાવ શ્રી ખેંગારજી પહેલાએ હમીરાઇ તળાવડીના કાંઠે ખીલ્લી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી. આથી પહેલાં કચ્છની રાજધાની લાખીયારવીરા હતી.

ભુજના સ્થાપના દિવસની ઉજવણી રાજાશાહીના સમયથી કરાય છે. ભુજના વિરાસત સમા દરબારગઢમાં આવેલ મોમાય માતાજીના મંદિરે ખીલ્લી પૂજન કરી સ્થાપના દિવસે શહેરની સુખાકારી માટે આર્શીવાદ માંગવામાં આવે છે. પહેલાં રાજવીઓ અને આઝાદી બાદ ભુજના નગરપતિ દ્વારા ખીલ્લી પૂજન કરાય છે.

આ વખતે વહીવટદાર હોઈ ભુજ પાલિકાના ચીફ ઓફિસર ના હસ્તે ખીલ્લી પૂજન કરાયું છે. એક સમયે શહેરની ફરતે ગઢ સાથે પ્રવેશવાના પાંચ નાકા અને એક બારી (છઠ્ઠી બારી) સાથે ૨૫ હજારની વસ્તી ધરાવતું ભુજ શહેર ૨૦૦૧ ના ભૂકંપ પછી અઢી લાખની વસ્તી સાથે ૫૩ કિલોમીટર માં વિસ્તરી ચૂકયું છે.

(11:09 am IST)