Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જેતપુરનું લાલપાણી ધોરાજી આવતુ રોકવાનો ધ્યેયઃ લલીત વસોયા

સૌરાષ્ટ્રના એકમાત્ર ધોરાજી બેઠક ઉપર ''પાસ''ના કન્વીનર રપ હજાર મતની જંગી લીડથી વિજેતા

ધોરાજી તા. ૧૯ : ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠકમાં રપ૧૩૮ ની જંગી લીડથી ચુંટાયેલા કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય લલીતભાઇ વસોયાનું ધોરાજીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.

સમગ્ર શહેરમાં વિજય સરઘસમાં હજારોની મેદની અને સમર્થકો ઉમટી પડયા હતા ભવ્ય આતશબાજી અને ઢોલ નગાર ડી.જેના તાલે સમર્થકો જુમી ઉઠયા હતા.

વિજય સરઘસના સમાપન સમયે ધોરાજીના સ્થાનીક પ્રશ્નો નિવારવા અને લોકોને પ્રાથમીક આવશ્યક સેવાઓ પુરી પાડવા તેમજ ભાદર નદીમાં જેતપુર ડાઇંગનું પ્રદુષીત લાલપાણી બંધ કરવાના મુદાને પ્રાથમીકતા આપી લોકોને સાથે રાખી જન આંદોલન છેડવા હંુકાર કર્યો હતો.

લલીતભાઇ વસોયાની કાર્યલય ખાતેથી વિજય શોભાયાત્રા નીકળી હતી જેમાં વિશાળ સંખ્યામાં ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયા હતા અને ઢોલ નગારા અને ડિજેના સંગાથે વિજયયાત્રા ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરેલ અને લલીતભાઇ વસોયાએ લોકોનું અભીવાદન કરેલ અને તમામ મતદારોનો આભાર માનેલ હતો આ તકે લલીતભાઇ વસોયાએ જણાવેલ કે ધોરાજી, ઉલેટાના તમામ મતદારભાઇ બહેનોનો આભાર વ્યકત કરેલ. અને વિજય યાત્રામાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.

સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની સભામાં સૌથી વધુ માનવ મેદની જોવા મળેલ ત્યારે ધોરાજીમાં એકપણ સભા યોજાઇ ન હતી છતા વગર સભાએ ગુજરાત પાસનું નામ માત્ર ધોરજી સીટે જાળવી રાખતા લલીત વસોયા પાટીદાર ફેકટરમાં વધુ નામ રોશન કરેલ હતું.

બીજી તરફ જોતા ૭પ ધોરાજી-ઉપલેટા વિધાનસભા સીટનું પરિણામ જોતા ધોરાજીના ૧ થી ૧ર વોર્ડ માં સૌથી વધુ લલીભાઇ વસોયાને મત મળેલ તેમજ ઉપલેટામાં દરેક વોર્ડમાં કોંગ્રેસને લીડ જોવા મળેલ તેમજ તાલકાના ગામડા-ભાયાવદર-પાનેલીમાં પણ કોંગ્રેસને વધુ મત મળતા આમ જોવા દરેક સમાજના મત લલીતભાઇ વસોયાને મળતા લલીતભાઇ વસોયા પણ પાસના કન્વીનર નહી પણ દરેક સમાજના આદરણીય નેતા તરીકે થાય ઉભી કરેલ છે જે આજના પરિણામ જોતા જોવા મળે છ.ે

(3:19 pm IST)