Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

દ્વારકા બેઠકમાં નગડીયાના પ્રિસાઇડીંગની ભૂલથી છેક દિલ્હી સુધી તંત્રને લાંબુ થવુ પડયું!!

વહેલી સવારથી આવેલા કર્મચારીઓને રાત્રે 'ઘેર' જવાનો વારો આવ્યો

ખંભાળીયા, તા., ૧૯: દ્વારકા વિધાનસભા બેઠકમાં કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે પ્રિસાઇડીંગ ઓફીસર ડેમો પોલીંગના પ૦ મત ડીલીટ કરતા ભુલી જતા પ૧ થી મત નાખવાનું શરૂ કરતા મત ગણતરીમાં આ ઇવીએમના સંર્કલમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વાંધો લેવાતા પરીણામ બપોરે બે વાગ્યે આવી ગયુ હોવા છતા સવારના સાત વાગ્યે આક્ષેપો ચુંટણી સ્ટાફ રાત્રે છુટો થયો હતો.

ઇવીએમમાં મોક પટેલના પ૦ મત ડીલીટ કર્યા વગર હોય તેવા જામનગરના ધુનડા અને માનપરમાં ફેર મતદાન થયેલુ જયારે દ્વારકામાં નગડીયાના પ્રિસાઇડીંગ દ્વારા વાત છુપાવતા ફેર મતદાન ના થતા પ્રશ્ન રાજય ચુંટણી પંચ અને તે પછી દિલ્હી કેન્દ્ર ચુંટણી પંચ સુધી પહોંચ્યો હતો. છેવટે વીવીપેટમાં પ્રિન્ટ થયેલા મતો ગણીને નિર્ણય કરાયો હતો. જો કે આ ગણતરીના રાઉન્ડ પહેલા પબુભા માણેેક લીડમાં હોય પરીણામની અસર ના થઇ પણ ૪ર૦૦ની પબુભા માણેકની લીડ હતી તે પ૭૩૯ થઇ હતી.

અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના મેરામણભાઇને ૬૭૬૯ર અને ભાજપના પબુભા માણેકને ૭૩૪૩૧ મતો મળ્યા હતા.

ચુંટણીની આ કામગીરી રાત્રે ૮ાા સુધી ચાલતા સ્ટાફ હેરાન થઇ ગયો હતો. જો કે પ્રિસાઇડીંગ સામે કડક પગલા લેવામાં આવનાર હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

(3:19 pm IST)