Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ટંકારા બેઠક હું હાર્દિક પટેલના ખોળે ધરૂ છું: લલીત કગથરા

રાહુલજીના સભાના લીધે મારી જીત થયેલ છેઃ ટંકારા બસ સ્ટેન્ડનો રર વર્ષ જુનો પ્રશ્ન રર મહીનામાં હલ કરીશઃ પાટીદારોએ કમળને કચડી નાખ્યુઃ પંજાનો વિજયઃ ર૮૮પ મતો નોટોને મળ્યા

ટંકારા, તા., ૧૯: ટંકારા-પડધરી વિધાનસભા સીટના વિજેતા લલીતભાઇ કગથરાએ ટંકારાનો રર વર્ષ જુનો પ્રશ્ન રર માસમાં ઉકેલવાની જાહેરાત કરેલ.

ચુંટણીના પરીણામો જાહેર થયા પછી લલીતભાઇ કગથરાએ મોરબી ખાતે મીડીયા રૂમમાં પ્રેસ તથા મીડીયાના પત્રકારોની મુલાકાત લીધેલ.

લલીતભાઇ કગથરાએ જણાવેલ કે હાર્દિક પટેલ અને રાહુલજીની સભાના કારણે મારી જીત થયેલ છે. ટંકારા સીટ હું હાર્દિક પટેલના ખોળે ધરૂ છું.

હું મોરબી સીરામીક ઉદ્યોગથી લીડ દુર કરીશ. નોટીસો દ્વારા દબડાવતા અધિકારીઓનો ડર દુર કરીશ પુરો સાથ સહકાર આપીશ.

લલીતભાઇ કગથરાએ પોતાની જીત સીટી હાર્દિક પટેલના ખોળે ધરૂ છું તેવી જાહેરાત કરેલ તેનાથી ભવિષ્યમાં હાર્દિક પટેલ માટે ટંકારાની સીટ ખાલી કરી આપશે તેવા અનુમાનો થઇ રહેલ છે.

ટંકારા વિધાનસભા સીટનુ પરીણામ મતદારોની ધારણાઓ મુજબ જ આવેલ છે. મતદાન પછી કોંગ્રેસ ટંકારાની બેઠક જીતશે તેમજ લીડ મળશે તેમ ટેકેદારોની ધારણા ફળેલ છે. ટંકારામાં સૌથી વધુ રોષ પાટીદારોને એ ભાજપના બદલે કોંગ્રેસને આપી વ્યકત કરેલ છે. કમળને કચડી નાખી પંજાને ર૯૭૭૦ની જંગી લીડ આપી છે.

મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસના લલીતભાઇ કગથરા આગળ હતા. સરસાઇ છેલ્લા રાઉન્ડ સુધી જળવાયેલ.

લલીતભાઇ કગથરાનું ટંકારા લતીપર ચોકડી ખાતે સ્વાગત કરાયેલ. હાઇવે રોડ ઉપર ફટાકડા ફોડી ટેેકેદારોએ જશ્ન બનાવેલ. ચારે તરફ જય સરદારના નારા ગુંજી ઉઠેલ.

લલીતભાઇ કગથરાએ મતદારોનો, પાટીદારોનો, પાસના કાર્યકરો અને ટેકેદારોનો આભાર માનેલ અને વધુ પાંચ વર્ષ સુધી લોકોના કામો કરતો રહીશ તેવી ખાત્રી આપેલ. આ પ્રસંગે બે હજારથી વધુ ેટેકેદારો ઉમટી પડેલ.

લલીતભાઇ કગથરાએ ટંકારા ખાતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે જઇ દર્શન કરેલ. ત્યાંથી પડધરી જવા રવાના થયેલ.

ટંકારા સીટમાં પાટીદારોએ પરીવર્તન લાવેલ છે. ૧૯૯૦ થી ભાજપનો ગઢ મનાતો ટંકારા-પડધરી મત વિસ્તારના કાંગરા ખેરવી નાખ્યા છે.

કગથરા લલીતભાઇ કરમશીભાઇ (કોંગ્રેસ) ૯૪૦૯૦, રાઘવજીભાઇ જીવરાજભાઇ ગડારા (ભાજપ) ૬૪૩ર૦, શેખવા વેલજીભાઇ નથુભાઇ (બસપા) ૧૯૭૧, પરમાર નિર્મળાબેન કમલેશભાઇ (આરપીઆઇ) ૩૮૬, બાવરવા નરેન્દ્ર ચુનીલાલ (હિન્દુસ્તાન કોંગ્રેસ) ર૭૬, વણોલ કેસરબેન વાલજીભાઇ (બહુજન કોંગ્રેસ) ર૪૯, અમૃતીયા હસમુખ રત્નાભાઇ (અપક્ષ) ર૭૬, ચાંગેશા રમેશભાઇ શીવાભાઇ (અપક્ષ) ૪૦૮, ખોડાભાઇ જગાભાઇ પાંચીયા (અપક્ષ) પ૪૬, સતુભા અમરસંગ જાડેજા (અપક્ષ) ૬૬ર, સદાનીયા અમૃતલાલ દેવસી (અપક્ષ) ૧૦૯૩.

વીકાર્ય મતો ૧૬૪રટ૭, નોટા ર૮૮પ, રદ -૧૪પ, સંયુકત કરેલ મતો-ર.

(3:18 pm IST)