Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

મતદાન બેલેટ પેપરથી કરાવવું જોઇએઃ શકિતસિંહ ગોહીલ

ભુજના કોંગ્રેસના પરાજીત ઉમેદવાર આદમ ચાકીએ ર૩ ઇવીએમના તૂટેલા સીલ અંગે અને માંડવીમાં શકિતસિંહ ગોહીલ બદલાઇ ગયેલા સીલ નંબરો અંગે લેખિત ફરીયાદ સાથે વાંધો નોંધાવ્યો

ભુજ, તા. ૧૯ : કચ્છ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં આ વખતે ઇવીએમ સામેની ફરીયાદો વધી છે. કયાંક કયાંક ઇવીએમ મશીન વિરૂદ્ધ શંકાની સોઇ પણ ચીંધાઇ રહી છે.

ત્યારે કચ્છની બે વિધાનસભા બેઠકો ભુજ અને માંડવીમાં ઇવીએમની ાસમે ભારે ક્ષતિઓ બહાર આવી હતી. ભુજ વિધાનસભા બેઠકની મતગણતરી દરમ્યાન ર૩ જેટલા ઇવીએમ મશીનના સીલ તૂટેલા નીકળતા કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીએ લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો.

તો માંડવીમાં પરાજીત થયેલા કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહીલે ઇવીએમ મશીનના સીલ નંબર અને પ્રીસાઇડીંગ ઓફીસર દ્વારા લખાતા સીલ નંબર ઉપર ફકર જોતા એ અંગે લેખિત ફરીયાદ કરી હતી.

જોકે, મતગણતરી કેન્દ્રની બહાર ભુજમાં પત્રકારો સાથે વાત કરતા શકિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે પાશ્ચાત્ય દેશો પુરોપ અને અમેરિકા પણ ઇવીએમને બદલે બેલેટ મતદાન પદ્ધતિ અપનાવે છે. એ રીતે આપણે ભારતમાં પણ મતદાન બેલેટ પેપરથી કરાવવું જોઇએ જેથી ગરબડીની કોઇ શંકા જ ન રહે.

(3:18 pm IST)