Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ગારીયાધાર બેઠક ઉપર સતત છઠ્ઠી વખત ભાજપનો ગઢ સાચવતા કેશુભાઇ નાકરાણી

ગારીયાધાર તા.૧૯: ગારીયાધાર વિધાનસભા બેઠક પર લાંબા સમયથી ચાલતુ પાટીદાર ફેકટર, મોઠવી કાંડ અને શહેર ભાજપાનો આંતરીક વિખવાદના કારણે  સમગ્ર બેઠકના ભાજપના આગેવાનો કાર્યકરો અને નેતાઓમાં ભારે તંગદિલી છવાઇ હતી તેમાં પણ ૨૦૧૨ની વિધાન સભા બેઠક કરતા ૧૦ ટકા ઓછુ મતદાન થતા જીત આશા સેવવી મુશ્કેલી ભરી બની હતી તેમાં પણ મતગણતરીના આજના દિવસે પણ પહેલા રાઉન્ડથી જ પી.એમ.ખેતી ભારે લીડથી આગળ વધી રહેતા અને જેસર પંથકમાં પણ સતત આગળ વધી ૧૩ રાઉન્ડ સુધી ૫૨૧૧ મતોથી આગળ રહેવા પામ્યા હતા જયારે છેલ્લા જ રાઉન્ડમાં કેશુભાઇ નાકરાણીનો ઘોડો આગળ ધોડતા ચારેય રાઉન્ડમાં ભારે બહુમત મેળવતા ૧૦૦૧ મતથી વિજયી થવા હતા.

જયારે પી.એમ.ખેતી સતત ભારે બહુમતથી આગળ વધતા સોશ્યલ મિડીયામાં અને ટીવી ચેનલમાં પી.એમ.ખેતી વિજયી પોષીત કરી દેવાતા ભારે ઉહાપોહ મચી જવા પામી હતી વળી, કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડાઓ ફોડી શહેરના માર્ગો પર કોંગ્રેસના નારાઓ લગાવી બાઇક રેલી પણ યોજી હતી જેના કારણે ગારીયાધાર શહેરમાં ભારે કોંગ્રેસી માહોલ છવાયો હતો. પરંતુ બે કલાક બાદ સતાવાર રીતે કેશુભાઇ નાકરાણી ૧૭૦૧ મતે વિજયી જાહેર થતા ભાજપના કાર્યોકરો દ્વારા વિજયીત્સોવ મનાવાયો હતો.

શહેરમાં અને ખાસ કરીને બગદાણા- જેસર- પંથકમાં કેસરીયુ વાતાવરણ બનતા ભાજપાના સૌ કાર્યકરો ખુશીના માહોલમાં ભારે ઉત્સાહીત થયા હતા.

(12:55 pm IST)