Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ભાણવડના સણખલા પાસે રીક્ષાએ પલ્ટી મારીઃ ૧૧ ઘવાયા

ભાણવડ તા.૧૯: તાલુકાના સણખલા ગામ નજીક ૧૧ પેસેન્જર ભરેલી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે માર્ગમાં કોઇ જનાવર આડુ ઉતરતા ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો અને રીક્ષા સાઇડમાં ઉતરી પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા તમામ ૧૧ પેસેન્જર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઘવાયેલા તમામને ભાણવડ સરકારી હોસ્પીટલે લઇ આવવામાં આવ્યા હતા જયાં પાંચની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે જામનગર જીજી હોસ્પીટલમાં ખસેડાયેલ છે જયારે અન્ય છને સારવાર આપી રજા આપી દીધી હતી. રીક્ષામાં સવાર ૧૧ પેસેન્જરમાં મહિલાઓ તેમજ બાળકો હતા જામનગર ખસેડવામાં આવેલ તમામ મહિલાઓ હતી જેમાં ૧. ઉર્મિલાબેન હમીરભાઇ ર.દિવાળીબેન નાથાભાઇ ૩. દિપુબેન વિરાભાઇ ૪. જયાબેન હમીરભાઇ તેમજ પ.શાંતિબેન રામજીભાઇનો સમાવેશ થાય છે.

(12:54 pm IST)