Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

લીંબડી બેઠકને બાદ કરતા તમામ સીટો ઉપર ભાજપે નવા ચહેરાઓનું કાર્ડ આંતરિક જુથવાદને કારણે ખેલતા ભાજપનો ખેલ ઉંધો વળ્યોઃ ઝાલાવાડમાં પંજો ફરી વળતા ભારે ચર્ચા

ગઇ કાલે પરીણામ જાહેર થયા બાદ ચોટીલા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઇ મકવાણાએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના જીણાભાઇ

સુરેન્દ્રનગર તા.૧૯: ૨૦૧૨માં જે જીલ્લાની તમામ બેઠકો ભાજપનાં કમળથી ઝળહળતી હતી તેવા સુરેન્દ્રનગર જીલ્લાની પાંચ બેઠકમાંથી સમ ખાવા પુરતી માત્ર એક જ બેઠક આ વખતે મતદારોએ ભાજપને આપી ચાર બેઠક ઉપર કોંગ્રેસને વિજેતા બનાવતા ઝાલાવાડ ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે અને કારમી હાર માટે કોણ કોને જવાબદાર ઠેરવે તેવી સ્થિતી આવી પડેલ છે ત્યારે ૨૦૧૯ની લોકસભા પહેલાજ ઝાલવાડમાં ભાજપ સામે અનેક પડકારો મતદારોએ વિધાનસભામાંજ ઉભા કરી દેતા અનેક રાજકિય અટકળો વહેતી થયેલ છે.

રાજયમાં ચુંટણીના નજીકના દિવસોમાં બે વખત વડાપ્રધાને સુરેન્દ્રનગર જીલ્લાની મુલાકાત લિધેલ હતી પરંતુ સ્થાનિક સ્થિીતીનો સત્યનો ચિતાર હા હજુરની નેતા ગીરીએ દબાવી દેતા જીલ્લામાં ભાજપને ધોબી પછડાટ મળેલ હોવાનું કહેવાય છે.

ચર્ચા મુજબ જીલ્લાની ધુરા માત્ર આર્થિક લાભા લાભ અને જી હજુરી વાળા મત વગરના આગેવાનોની ટોળીના હાથમાં જતા અને દરેક પોત પોતાનું સ્થાન ટકાવી રાખવાની રેસમાં રહેતા આગેવાનો ગ્રાઉન્ડ પકડથી વિમુખ થઇ ગયેલા તેમજ લીમડી સીટને બાદ કરતા તમામ સીટો ઉપર ભાજપે નવા ચહેરાઓનું કાર્ડ આંતરીક જુથવાદને કારણે ખેલતા ખેલ ઉદ્યો વળેલ હોવાનું કહેવાય છે.

લીમડીમાં છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક કિરીટસિંહ રાણાની કહેવાતી પરંતુ ગત ટર્મમાં નવા સિમાંકન બાદ સાયલા તાલુકો ભળતા કોળી મતદારોનું પ્રભુત્વ બનેલ ત્યારે ૨૦૧૨માં સોમાભાઇ ૧૫૬૧ મતોથી જીતેલા બાદમાં તેઓએ રાજીનામુ આપતા રાણા જીતેલ હતા આ વખતે ફરી બન્ને સામસામે ટકરાતા જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની મજબુત પકડ અહીયા તેની જીત માટે પુરક બનેલ હતી અને સોમાભાઇનો ૧૪૬૫૧ મતે વિજય થયો હતો.

ચોટીલાઃ આ બેઠક કોંગ્રસનો ગઢ ગણાતી પરંતુ સર્વ પ્રથમ વખત ભાજપે અહીયા મકવાણા પરીવારના મહેશ મકવાણાને લડાવી કમળ ખીલવ્યુ હતુ ત્યાર બાદ બે પેટા ચુટણી અને ૨૦૧૨ની મુખ્ય ચુંટણીમાં કમળનું પ્રભુત્વ ઝાળવી રાખ્યુ, થાનગઢ, મુળી વિસ્તાર ભાજપ માટે મજબુત મનાતો પરંતુ સામજીભાઇ સામે આંતરીક જુથવાદને કારણે સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપતા સામજીભાઇ જુથે બળવો પોકારી કોંગ્રેસને મદદ કરી, થાન પંથકના સામાજીક ઝગડાઓ, બગડેલી કાયદો વ્યવસ્થા, અને ખેડુતોની સમસ્યાની અવગણના જેવા મુદદાઓ, આંતરીક જુથવાદ અને હોદ્દા લક્ષી નેતાગીરીને કારણે ભાજપના જીણાભાઇને કોંગ્રેસના ઋત્વિક મકવાણાએ જીલ્લામાં સૌથી વધુ ૨૩૮૮૭ મતે કારમી હાર આપી.

ધ્રાંગધ્રાઃ આમતો આ બેઠક ઉપર ભાજપના પ્રવકતા આઇ.કે જાડેજા, મંત્રી જયંતિ કવાડીયાનું પ્રભુત્વ કહેવાય પરંતુ ઉમેદવારી પહેલાજ આઇ.કે જુથની કમલમ ખાતે જાહેરમાં વ્યકત થયેલ નારાજગી તેમજ પાટીદાર ફેકટરની અસર જોઇ જયંતિભાઇએ લડવાની અસમર્થતા દર્શાવતા કોળી અને પાટીદાર મતોના પ્રભુત્વ વાળી બેઠક ઉપર અહિયા બન્ને પક્ષઓ નવા જ્ઞાતિ સમીકરણને અપનાવ્યું હતું જેમાં કાર્યકરોની નારાજગી અને હળવદ પંથકમાં મોરબી જીલ્લાની અસર અહીયા ભાજપની હારનું કારણ બનેલ હતી અને ભાજપના જેરામભાઇ સોનાગરાને સામે કોંગ્રેસના પરસોતમ સાબરીયાનો ૧૩૯૧૬ મતે વિજય થયેલ હતો.

દસાડાઃ આ બેઠક દલિતો માટે અનામત બેઠક છે ઘણા સમયથી ભાજપ જીતતું હતુ અહીયાથી ફકીરભાઇ વાઘેલા જેવા મંત્રીઓ ચુટાતા પરંતુ નાડોદા રાજપુત, પાટીદારો, અને દલિતો સાથે મુસ્લીમ અને મીઠાના અગરીયાઓ જેવા મતદારોનું પ્રભુત્વ આ બેઠક ઉપર છે ભાજપે જીલ્લા પંચાયતની ચુંટણીમાં જીલ્લા ભાજપ પ્રમુખની હાર થવા છતા સ્થાનિક જીલ્લાના દલિતોને બદલે ઇડર બેઠક ઉપર જીતતા વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને અહીયા લડવા મોકલ્યા જેઓની સામે કોંગ્રેસે સ્થાનિક જીલ્લાના દલિત યુવા નેતા નૌશાદ સોલંકીને મેદાનમાં ઉતારતા ૩૫૫૬ મતે કોંગ્રેસનો વિજય થયેલ છે જેની પાછળ આ વિસ્તારનો નહીવત વિકાસ અને પાટીદાર ફેકટર સાથે સ્થાનિક મુદદાઓ  અહીયા કામ કરી ગયા.

વઢવાણઃ જીલ્લામાં એક માત્ર આ બેઠક ઝાળવવામાં ભાજપને સફળતા મળેલ છે તેની પાછળ સૌથી વધુ કોઇ જવાબદાર હોય તો વેપારી મતદારો છે જૈન સમાજની મનાતી આ બેઠક ઉપર જૈન ઉમેદવારને કાપીને પાટીદાર ઉદ્યોગપતિ ધનજીભાઇ પટેલ મેકસનવાળાને ભાજપે ટીકીટ આપી તો સામે કોંગ્રેસ મોહનભાઇ પટેલને ટીકીટ આપી, જૈન સમાજ નારાજ હતો જેઓને મોદી અને વિજયભાઇએ શાંત પાડવા પ્રયાસ કરવો પડેલ ધનજીભાઇની વ્યકિતગત વર્ષોથી બિન સ્વાર્થી સેવાકિય પ્રવૃતિઓ અને બિન રાજકિય છબીને કારણે લોકોએ તેમને મતો આપી વિજય ૧૯૮૪૯ મતોએ વિજય બનાવ્યા અને ભાજપને એક માત્ર બેઠક આપેલ હતી.

રાજકિય સુત્રોમાંથી જાણવા મલ્યા મુજબ આગમી બે વર્ષમાં આવી રહેલ લોકસભાનું આ વિધાનસભા ટ્રેલર હતું અને તેમાં ભાજપને માંડ માંડ મળેલ સતાના સુકાનો પછી જયાં જે ચુક હશે તેનું મવડીમંડળ પોષ્ટમોર્ટમ કરશે તેવુ કહેવાય છે ત્યારે આવાનારા દિવસોમાં ઝાલાવાડના રાજકારણમાં બહુ મોટા ફેરફારો આવી શકે તેવી સંભાવના પણ જોવા મળે છે ત્યારે જેઓ હજુરીયાપણાથી દુર અનેફેકટ ભાજપની રાજનિતીમાં માનવા વાળા છે તવા ઘર ઝાલાીને બેઠેલા નેતાઓ ફરી મેદાનમાં આવે તેવી સંભાવના લોકો જોઇ રહ્યા છે.(૧.૧૫) ડેરવાડીયાને ૨૩૮૮૭ મતોથી હરાવી જીત મેળવ્યા બાદ ચોટીલા ખાતે કાઢેલ વિજયસરધરમાં મતદારોનું અભિવાદન કરેલ હતું તે સમયે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો વિજયયાત્રામાં સામેલ રહેલ હતા તે સમયની તસ્વીર.

(12:53 pm IST)