Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સિદસર સંકુલમાં ડો.એ.પી.જે. અબ્દુલ કલામ યંગ સાયન્ટીસ્ટ સેન્ટરનો પ્રારંભ

જામજોધપુર : તા. ૧૯ સિદસરના વિજાપુરા વિદ્યાસંકુલ ખાતે તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના વિજ્ઞાન પ્રસાર નેટવર્ક તથા રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે સમગ્ર ભારતમાં છઠૃા ક્રમનું ડો.એ.પી.જે. અબ્દુલ કલામ યંગ સાયન્ટીસ્ટ સેન્ટરનું ઓપનીંગ કરવામાં આવ્યું.

બાળકોમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ  રૂચી પેદા થાય તથા વિજ્ઞાનના ખ્યાલોને પ્રાયોગીક રીતે સમજીને સ્વીકારે તેવા ઉદેશ્યથી આ સાયન્સ સેન્ટર નિર્માણાધીન થયેલ છે. ડો.એ.પી.જે. અબ્દુલ કલામ કાઉસીલ ઓફ યંગ સાયન્ટીસ્ટના ફાઉન્ડર ડો. ચંદ્રમૌલી જોષી, સંસ્થાના કેમ્પસ ડાયરેકટર અશ્વિનભાઇ જાવિયા, સંસ્થાના શિક્ષણ વિભાગના માર્ગદર્શક વિઠૃલભાઇ કોરડીયા, સંસ્થાના આચાર્યશ્રી કેવિનભાઇ ફડદુ સમગ્ર સ્ટાફ તથા શાળાના બાળકો તેમજ બોહળી સંખ્યામાં વાલીઓની હાજરીમાં આ સાયન્સ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું. આવનારા શૈક્ષણિક વર્ષથી ધોરણ -૧૧ સાયન્સના અભ્યાસની વ્યવસ્થા સંસ્થામાં જ થઇ રહી છે. જેના પ્રથમ સોપાન તરીકે આ સાયન્સ સેન્ટર ખૂબજ ઉપયોગી થાશે જે નોંધનીય છે.

સંસ્થાના તમામ હોદ્ેદારો, સ્ટાફ તથા બાળકો અને તેમના વાલીઓ દ્વારા આ વાતને ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડેલો. ભવિષ્યમાં પણ વિજ્ઞાન ક્ષેત્રે સંસ્થાના તથા સંસ્થાના બાળકો ખૂબ આગળ નિકળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

(12:53 pm IST)