Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કોંગ્રેસનો વિજય 'લોકલાગણી'ને લીધે જ

ખંભાળિયામાં વિજય સભા : વિક્રમભાઇ માડમે સતત સૌની સાથે રહેવા આપ્યો કોલ

ખંભાળિયા, તા. ૧૯ : અહીંની બેઠક ઉપર ભારે રસાકસીવાળી સીટ ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમભાઇ માડમ વિજેતા થતા ગઇકાલે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો સાથે તેમનું વિજય સરઘસ ખંભાળિયા જિલ્લા સેવા સદનથી નીકળીને ખંભાળિયા જોધપુર નાકે પહોંચ્યુ હતું. જેમાં વિજય સભા યોજાઇ હતી.

જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પી.એલ. જાડેજાએ જનતાનો જંગી લીડથી કોંગ્રેસના ઉમેદવારને વિજેતા કરવા બદલ આભર વ્યકત કર્યો હતો.

એવી જ રીતે વિજય સભામાં વિજેતા ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કહ્યું હતું કે કોંગ્રેસનો આ વિજય લોકલાગણીનો વિજય છે અહીં હું સેટીંગ કરીને આવેલા તેવું જુઠાણુ ભાજપના મિત્રોએ ફેલાવેલું પણ થતા ૧૧ હજારની લીડ આવી મતદારોએ મારા પર વિશ્વાસ પુરવાર કર્યોૈ છે. હું આયાતી નથી હંમેશાલોકોની સાથે રહીશ.

એવી જ રીતે વેપારીઓને ધમકી આપ્યાની ખોટી વાત અંગે ચર્ચા કરવા પડકાર ફેંકયો હતો. સાથે સાથે કોઇ પરેશાન કરે તો ફોન કરવા જણાવ્યું હતું તેમણે ભાણવડમાં પણ વિજય સરઘસ તથા સત્તા યોજી હતી.

સભામાં પૂર્વ મંત્રીશ્રી ડો. રણમલ વારોતલીયા, પાળાભાઇ આંબલિયા, એતાભાઇ કરમુર, દેવુભાઇ ગઢવી,નાગાજવા, જેઠાભાઇ, દેવાભાઇ, વકીલશ્રી કતારા તથા જિ. પં. સદસ્યો ન.પા. સભ્યો જોડાયા હતા.

(12:51 pm IST)