Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કપડા ધોવા પ્રશ્ને પતિ સાથે ઝઘડો થતાં મણી ઝેર પી ગઇ

ટંકારાના સાવડી ગામનો બનાવઃ મુળ અમે.પી.ની આદિવાસી પરિણીતાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૧૯: ટંકારાના સાવડી ગામે ઓધવજીભાઇ પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના જાંબુવાના સંજુ ડામોરની પત્નિ મણી ડામોર (ઉ.૨૮) સાંજે વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના પતિ સંજુના કહેવા મુજબ કપડા ધોવા બાબતે પોતાને પત્નિ મણી સાથે માથાકુટ થતાં તેણીને માઠુ લાગી જતાં ઝેર પી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ટંકારા પોલીસને જાણ કરી હતી.

(11:51 am IST)